લગ્નના 15 વર્ષ પછી આ યુગલે ઝેરી દવા પી કર્યો આપઘાત, કારણ સાંભળીને કહેશો ખોટી હિમ્મત હારી ગયા

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર માનસિક-શારીરિક હેરાનગતિને કારણે લોકો આત્મહત્યા જેવું પગલુ ભરતા હોય છે. ઘણા લોકો લગ્ન જીવનમાં કોઇ તણાવને કારણે પણ આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ત્યારે હાલ એક કપલના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમણે લગ્નના 15 વર્ષ બાદ પણ બાળકન ન થતા આપઘાત કરી લીધો હતો. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં લગ્નના 15 વર્ષ પછી પણ સંતાન ન થતાં દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગી રહ્યું છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અદલહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના વિશારપુર માફી ગામમાં એક ઘરમાં દંપતીની લાશ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. 35 વર્ષીય બુદ્ધુ સેઠ અને તેની પત્ની 33 વર્ષીય રાની દેવીની લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી.

લગ્નના 15 વર્ષ બાદ પણ બંનેને કોઈ સંતાન ન હતુ. જેના કારણે પતિ-પત્ની ડિપ્રેશનમાં રહેતા હતા. પોલીસ કેસના દરેક પાસાઓની તપાસ કરી રહી છે. જિલ્લાના અદલહાટ પોલીસ સ્ટેશનના નારાયણપુરના વિશેરપુર માફી ગામમાં રહેતા 35 વર્ષિય બુધુ સેઠ અને તેની 33 વર્ષિય પત્ની રાની દેવીની લાશ બેડ પર મળી આવી હતી. દંપતીને કોઈ સંતાન ન હતું. કહેવાય છે કે રાત્રે જમ્યા બાદ કપલ સૂઈ ગયું હતું. બુદ્ધુ પકોડીનો ઠેલો લગાવતો હતો.

બુધવારે સાડા અગિયાર વાગ્યા સુધી દરવાજો ન ખૂલ્યો ત્યારે મૃતકના ભત્રીજા શનિએ અવાજ કર્યો હતો. કોઈ જવાબ ન મળતા પરિવારના સભ્યો ઘરમાં પ્રવેશ્યા ત્યારે પતિ-પત્ની બંને કપડા વગરની અવસ્થામાં પલંગ પર મૃત હાલતમાં પડ્યા હતા. બંનેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. નજીકમાં એક દોરડું પણ પડેલું હતું. માહિતી મળતાં જ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ અડાલહટ અને ચોકીના ઈન્ચાર્જ નારાયણપુર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ફોરેન્સિક ટીમ પણ પહોંચી હતી અને તપાસમાં લાગી ગઈ હતી.આશંકા છે કે દોરડા વડે લટકવાનો વિચાર આવ્યો હશે પરંતુ બીજા કોઈ વિકલ્પની શોધમાં તે લોકોએ ઝેરી પદાર્થ ખાઈ લીધો હશે.

Shah Jina