ખબર

હજુ તો હાથની મહેંદી સુકાઈ પણ નહોતી, ત્યાં લગ્નના 14 દિવસ બાદ જ પતિ પત્નીએ ગુમાવો પડ્યો જીવ

લગ્ન બાદ દરેક વ્યક્તિ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. લગ્ન પહેલા જોયેલા સપનાઓને લગ્ન બાદ પૂર્ણ કરવા માટે દરેક પતિ પત્ની આગળ વધે છે. પરંતુ જયપુરમાં એક એવી હૃદય દ્રાવક ઘટના બની છે જેને સાંભળીને જ કાળજું કંપી ઉઠે.

લગ્નના 14 દિવસ બાદ જ પતિ પત્નીનું એક રોડ અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું છે. કન્યાના હાથની મહેંદીનો રંગ પણ હજુ ઉતર્યો નહોતો એ પહેલા જ આ મોટી દુર્ઘટના બની ગઈ. હવે બનેંના માતા-પિતા પોતાના બાળકોની તસ્વીર જોઈને જ આક્રંદ કરી રહ્યા છે. લોકો તેમને કોઈપણ રીતે શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


શાહપુરના ખોરી રોડ નિવાસી 22 વર્ષીય મહેશ યાદવના લગ્ન 20 વર્ષીય સંજના સાથે 14 દિવસ પહેલા એટલે કે 30 નવેમ્બરના રોજ થયા હતા. સોમવારના રોજ તે બંને પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન જ ચંદવાજી વિસ્તારમાં તાલા વળાંક પાસે એક પૂર ઝડપે આવતી પ્રાઇવેટ બસે બાઇકને ટક્કર મારી દીધી. જેમાં આ નવદંપતીનું મૃત્યુ થયું હતું.

બાઇકને ટક્કર માર્યા બાદ બેકાબુ થયેલી બસ ડિવાઈડર ઉપર ચઢી ગઈ અને પછી પલટી મારી ગઈ હતી. જેમાં બસની અંદર બેઠેલા 17 યાત્રીઓ પણ ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી 10 યાત્રીઓ સાજા પણ થઇ ગયા છે.આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલો મહેશ સાત બહેનો વચ્ચે એકમાત્ર જ ભાઈ હતો. તેના લગ્નના 3 દિવસ પહેલા જ તેની ત્રણ બહેનોના લગ્ન થયા હતા, બધી જ બહેનોને પરણાવ્યા બાદ મહેશના લગ્ન હતા.  તો સંજનાના ભાઈના લગ્ન 7 ડિસેમ્બરના રોજ થયા હતા. એવામાં બંને પરિવારમાં વ્યાપેલી ખુશીઓ માતમમાં પરિણમી હતી.

આ દુર્ઘટનાની ખબર મળતા જ બનેંના પરિવારજનો નીમ્સ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મહેશ અને સંજનાના પિતાના રડી રડી અને હાલ ખરાબ થઇ ગયા હતા.