શ્રદ્ધા હત્યાકાંડમાં થયો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો ! શ્રદ્ધાના હાડકાને નરાધમ આફતાબ મિક્સરમાં પીસી કરતો એવું કે…જાણી લોહી ઉકળી ઉઠશે

નરાધમ આફતાબે શ્રદ્ધાના હાડકાઓને સાથે આવું આવું કર્યું હતું, અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો- હિમંત હોય તો જ ક્લિક કરીને વાંચજો

દિલ્લીના બહુચર્ચિત શ્રદ્ધા હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસા થવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. આરપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાના કેટલાક હાડકાને ગ્રાઇંડર (મિક્સર)માં પીસી પાવડર બનાવી રસ્તા પર ફેંક્યો હતો. પોલિસ દ્વારા અદાલતમાં દાયર આરોપપત્રમાં આફતાબના કબૂલનામામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીએ જણાવ્યુ કે તેણે કેવી રીતે શ્રદ્ધાની લાશના ટુકડાને ઠેકાણે લગાવી. આરોપીએ તેમાં જણાવ્યુ કે તેણે લાશના ટુકડાને પેટ્રોલથી સળગાવી અને કેટલાક હાડકાનો મિક્સરમાં પાવડર કરી તેને રસ્તા પર ફેંક્યો.

ત્યાં અદાલતે દાયર આરોપપત્રની સંજ્ઞા લેતા કહ્યુ કે સાબિતી અને નિવેદન તેમજ દસ્તાવેજના આધારે આરોપી વિરૂદ્ધ હત્યા અને સાક્ષ્ય નષ્ટ કરવાનો કેસ ચલાવવા પર્યાપ્ત સાક્ષય છે. આરોપપત્ર અનુસાર, આફતાબે પોલિસ સમક્ષ માન્યુ કે તે બંનેએ તેમના સંબંધમાં સુધાર લાવવા માટે ટ્રિપ પ્લાન કરી હતી. તે બંને ટ્રિપ પર 28-29 માર્ચ 2022ના રોજ મુંબઇથી નીકળ્યા અને હરિદ્વાર પહોંચ્યા તે બાદ ઋષિકેશ, દહેરાદૂન, મસૂરી, મનાલી અને ચંડીગઢ ફરી પાર્વતી વેલી પહોંચ્યા હતા. ત્યાં બદ્રી નામનો છોકરો તેમને મળ્યો જેના સાથે બંબલ એપ પર તેમની મિત્રતા થઇ અને તેણે અમને તેના ઘર દિલ્લી આવવા કહ્યુ હતુ.

આરોપીએ કહ્યુ કે, તેઓ એક સવા મહિનો ફર્યા બાદ મે 2022ના પહેલા સપ્તાહમાં 5 તારીખે બદ્રીના ઘર છત્તરપુર પહાડી દિલ્લી પહોંચ્યા હતા. ત્યાં તેઓ આઠ-દિવસ રોકાયા પણ બતા અને ત્યાં પણ તેના અને શ્રદ્ધા વચ્ચે ઝઘડા થયા હતા. આ કારણે તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. આફતાબે કહ્યુ કે, તેના અને શ્રદ્ધા વચ્ચે અવાર નવાર ઝઘડા હોવાને કારણે બદ્રીએ તેમને તેના ઘરેથી જવા માટે કહ્યુ અને તે પછી લગભગ બે દિવસ બાદ તેઓ ક્યાંક રોકાઇ 16 મે 200થી બંને બ્રોકર રાહુલ રોયની મદદથી છત્તરપુર પહાડીમાં મકાન ભાડે લીધુ અને ત્યાં રહેવા લાગ્યા.

આફતાબના કબૂલનામા અનુસાર, તે સમયે બંનેની જોબ પણ નહોતી અને વધારે પૈસા ટ્રિપ પર ખર્ચ થઇ ગયા હતા. અહીં પણ તેમની વચ્ચે નાની-નાની વાતોને લઇને ઝઘડા થતા હતા. આફતાબે કહ્યુ કે, તેણે શ્રદ્ધાને ખર્ચના અડધા પૈસા આપવાની વાત કરી તો તે ગુસ્સે થઇ ગઇ અને ગાળો બોલવા લાગી. તેણે ઝઘડા કરવાની આદતથી હંમેશા માટે છુટકારો મેળવવા શ્રદ્ધાને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યુ અને પછી 18 મેના રોજ તેને જાનથી મારી નાખવા ફર્શ પર પાડી અને તેની છાતી પર બેસી બંને હાથથી તેનું ગળુ ત્યાં સુધી દબાવી રાખ્યુ, જ્યાં સુધી તે મરી ન જાય.

ચાર્જશીટ મુજબ આફતાબે પોલીસને કહ્યું કે, તેણે શ્રદ્ધાની લાશને બાથરૂમમાં છુપાવી અને પછી તેના મૃતદેહનો નિકાલ કરવા માટે તેણે લાશને નાના ટુકડાઓમાં કાપી એક મોટી બ્રીફકેસમાં ફેંકી દીધી અને 60 ફૂટા રોડ છતરપુર ટેકરી પરની હાર્ડવેરની દુકાનમાંથી એક હથોડી, એક કરવત અને તેની ત્રણ બ્લેડ ખરીદી. આફતાબે 25,000 રૂપિયામાં ફ્રિજ ખરીદ્યું હતું. દુકાનદારે તે જ દિવસે સાંજે એડ્રેસ પર મોકલી આપ્યું અને સાંજે શરીરના કેટલાક ભાગો કચરાપેટીમાં પેક કરવામાં આવ્યા અને બીજા કેટલાક ફ્રીઝરમાં રાખવામાં આવ્યા હતા. આફતાબે કબૂલ્યું હતું કે મૃતદેહના ટુકડા પેટ્રોલથી સળગાવી દેવામાં આવ્યા હતા અને ગ્રાઇન્ડરમાં અનેક હાડકાં પીસીને તેનો પાવડર 100 ફૂટ સુધી રોડ પર ફેંકી દીધો હતો.

તેના શરીરના કેટલાક ભાગોને પોલીથીનમાં નાખીને 60 ફૂટ રોડ છત્તરપુર ટેકરી પર રાખેલા ડસ્ટબીનમાં મુકવામાં આવ્યા હતા. છત્તરપુર ટેકરીના સ્મશાન ભૂમિ પાસેના જંગલમાં, રેન બસેરા ઉત્તરપુર એન્ક્લેવની પાછળના જંગલમાં, ગુરુગ્રામ તરફ જતો એમજી રોડ અને છત્તરપુર ટેકરી પાસેના જંગલમાં તેના શરીરના કેટલાક અન્ય અંગો ફેંકવામાં આવ્યા હતા. તેમાંથી ઘણાને પુરાવાનો નાશ કરવાના હેતુથી પેટ્રોલ રેડીને સળગાવી દેવામાં આવ્યા હતા. ઘટનાના લગભગ ત્રણથી ચાર મહિના બાદ તેનું માથું છત્તરપુર એન્ક્લેવના જંગલમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

Shah Jina