આફતાબે કર્યો હતો શ્રદ્ધાની ખોપડીનો મેકઅપ ? કરી રહ્યો છે પાગલપનનું નાટક ! અંદરની એક ખાસ વાત આવી બહાર

શ્રદ્ધા હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આફતાબે ઘણી વખત શ્રદ્ધાને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે હત્યા બાદ ફ્રિજમાં રાખેલા શ્રદ્ધાના માથાનો મેકઅપ પણ કરતો હતો અને પોલીસ પૂછપરછ દરમિયાન તે પાગલ હોવાનો ડોળ કરી રહ્યો છે જેથી તેને સજામાં છૂટ મળી શકે. ઉલ્લેખનીય છે કે, મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સૂત્રો મુજબ આફતાબનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે. હત્યા બાદ તે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગયો હતો. જોકે એફએસએલની ટીમને ફ્રીજમાંથી કોઈ સુરાગ મળ્યો નથી.

પરંતુ રસોડામાંથી લોહીના નમૂના મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આફતાબે બ્રેકઅપ બતાવવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા બાદ તેણે શ્રદ્ધાના ફોન પરથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 54,000 રૂપિયા પોતાને મોકલ્યા હતા. આફતાબે પોલીસને જણાવ્યું કે જ્યારે પણ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થતો હતો ત્યારે તેને લાગતું હતું કે શ્રદ્ધાને મારી નાખવી જોઈએ, પરંતુ પકડાઈ જવાના ડરથી તેણે ક્યારેય હિંમત ભેગી કરી ન હતી, કારણ કે મુંબઈમાં ઘણા શ્રદ્ધાના મિત્રો તેને સતત મળતા હતા અને સંપર્કમાં રહેતા હતા.

આફતાબે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ તે ખૂબ જ નર્વસ હતો. તેને લાગ્યું કે તે પકડાઈ જશે, ત્યારપછી તેણે નક્કી કર્યું કે તે એકદમ સામાન્ય જીવન જીવશે અને તેની બોડી લેંગ્વેજ પરથી કોઈને શંકા નહીં થવા દે કે તેણે શ્રદ્ધાની હત્યા કરી છે. તે શ્રદ્ધાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ અપડેટ કરતો હતો જેથી કોઈને શંકા ન જાય. આફતાબે પોલીસને જણાવ્યું કે મુંબઈમાં શ્રદ્ધા સાથે રહેતી વખતે તેના અનેક હિન્દુ યુવતીઓ સાથે સંબંધો હતા.

આફતાબે કહ્યું કે હિંદુ છોકરીઓ હંમેશા સૌથી સરળ ટાર્ગેટ હોય છે અને જલ્દી જ પ્રેમની જાળમાં ફસાઈ જાય છે. જોકે, પોલીસને હજુ સુધી શ્રદ્ધાનું માથું મળ્યું નથી. દિલ્હી પોલીસ આફતાબને ઘટનામાં વપરાયેલ હથિયાર અને અન્ય ટુકડાઓ રિકવર કરવા માટે અન્ય કેટલીક જગ્યાએ લઈ જઈ શકે છે. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસને શંકા છે કે તે મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યમાં ગયો હતો.

આથી પોલીસ એવું માની રહી છે કે હથિયાર જંગલમાં છુપાયેલું નથી પરંતુ બીજે ક્યાંક છુપાયેલું છે. એફએસએલ ટીમને આફતાબના ફ્રિજમાંથી કંઈ મળ્યું નથી કારણ કે તેણે ફ્રિજ સંપૂર્ણપણે ધોઈ નાખ્યું હતું. મહરૌલીમાં શ્રદ્ધા જ્યાં રહેતી હતી તે રસોડામાંથી બ્લડ સેમ્પલ મળી આવ્યા છે. આ સેમ્પલની તપાસ કરવામાં આવશે કે આ લોહીના ડાઘા શ્રદ્ધાના છે કે અન્ય કોઈ વ્યક્તિના છે.પોલીસ વાસ્તવિકતા સુધી પહોંચવા માટે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવી શકે છે.

Shah Jina