આફતાબ 10 કલાક સુધી એક એક ટુકડા કર્યા, વચ્ચે વચ્ચે ઢીંચી બિયર, સિગારેટ પીધી, પછી તો…

શ્રદ્ધાના 35 ટુકડા કરી દેનારો હત્યારો આફતાબ હાલ પોલીસની ધરપકડમાં છે અને પોલીસ પણ તેની સાથે સતત પુછપરછ કરી રહી છે. આફતાબ પણ પોલીસના સવાલોનો જવાબ આપી રહ્યો છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસા પણ કરી રહ્યો છે. પોલિસ પુછપરછમાં હત્યા બાદના ઘણા બધા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં હાલ જે ખુલાસો સામે આવ્યો છે તેણે સૌને ચોંકાવી દીધા છે.

હત્યારા આફતાબને શ્રદ્ધાના શબને કાપવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. આ દરમિયાન તે જયારે થાકી ગયો ત્યારે તેને આરામ પણ કર્યો હતો. જેના બાદ તેને બિયર અને સિગારેટ પણ પીધી હતી. તેણે લશને ઘણીવાર સુધી પાણીમાં પલાળી રાખી હતી. આફતાબે જણાવ્યું કે તેને શબના ટુકડા કર્યા બાદ ઓનલાઇન જમવાનું પણ મંગાવ્યું હતું અને તેના બાદ તેને નેટફ્લિક્સ પર ફિલ્મ પણ જોઈ હતી.

આફતાબે એક ચોંકાવનારો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું કે શ્રદ્ધાની ટુકડા કર્યા બાદ તેને તેના ચહેરાને પણ બાળી નાખ્યો હતો. જેના કારણે તેની ઓળખ ના થઇ શકે. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેને બાથરૂમમાં રાખી દીધી હોવાની કબૂલાત અગાઉ કરી હતી, ત્યારે હવે તેને એમ પણ જાણવ્યું કે શ્રદ્ધાની ટુકડા કરતી વખતે તેને સાવર પણ ચાલુ જ રાખ્યું હતું અને નવડાવતો રહ્યો, જેથી કાપવામાં સરળતા રહે.

આફતાબે જણાવ્યું કે હત્યા કર્યા બાદ તેણે બાથરૂમમાં છુપાવી દીધી હતી. પછી મોડી રાત્રે દારૂ પીધો અને ઊંઘી ગયો. સવારે વહેલા ઉઠીને તેણે સૌથી પહેલા છુપાવવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું. બજારમાંથી આરી લાવીને તેણે કાપી નાખી હતી. આફતાબના જણાવ્યા પ્રમાણે તેણે સૌથી પહેલા માથું કાપી નાખ્યું હતું. આ પછી ધીમે ધીમે બધા અંગો અલગ કરતો ગયો. આ દરમિયાન તેણે વચ્ચે પાણી વહેતું રાખ્યું જેથી લોહી વહેતું રહે. જેના કારણે આફતાબની ટાંકીનું પાણી પણ ખતમ થઇ ગયું. જયારે લોકોએ પાણી ખતમ થવા વિશે આફતાબને પૂછ્યું ત્યારે કપડાં ધોવા અને નળ ખુલ્લો રહી ગયો હોવાનું બહાનું બતાવ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર આફતાબ લગભગ 10 કલાક પછી શ્રદ્ધાની ટુકડા કરવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તેણે એક કલાક સુધી શરીરના તમામ ટુકડાને પાણીથી ધોયા. આ પછી, તમામ ટુકડાઓ પોલિથીનમાં સીલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે ઓનલાઈન ખાવાનું પણ ઓર્ડર કર્યું હતું. કામ પૂરુ કર્યા પછી, તેણે બીયર પીધી, પછી નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોઈ અને સુઈ ગયો.

Niraj Patel