પોલિગ્રાફી ટેસ્ટમાં છીંકો ખાઈ ખાઈને પોલીસને ગુમહરાહ કરી રહ્યો છે આફતાબ, “દ્રશ્યમ ” ફિલ્મ જોઈ હતી, કહ્યું, બીજા ભાગની રાહ જોતો હતો

શ્રદ્ધા મર્ડર કેસમાં હત્યારો આફતાબ પોલીસને પણ ગોળ ગોળ ફેરવી રહ્યો છે. પોલીસે આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ કરાવ્યો હતો, તેનું બીજું સેશન પણ પૂર્ણ થઇ ગયું. આગળ પણ આ ટેસ્ટ ચાલુ રહી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ટેસ્ટ દરમિયાન પોલીસને ઘણી ચોંકાવનારી વાતો માલુમ પડી છે. આફતાબે એ વાતની પણ કબૂલાત કરી કે તેને શ્રદ્ધાની હત્યા કરતા પહેલા ફિલ્મ “દૃશ્યમ” જોઈ હતી અને તે ફિલ્મના બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર દૃશ્યમ ફિલ્મ જોઈને તેને શ્રદ્ધાની હત્યાની કહાની ઘડવાના ફિરાકમાં હતો. તેને સંપૂર્ણ પ્લાનિંગ સાથે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના મિત્રોને શ્રદ્ધાના ફોન પરથી જ સોશિયલ મીડિયા દ્વારા વાતચીત પણ કરી હતી. પોલીસગ્રાફી ટેસ્ટના પહેલા દિવસે જયારે આફતાબને એક્પર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું તને લાગે છે કે તું ફિલ્મ જોઈને બચી શકું છું? ત્યારે તેને કોઈ જવાબ આપ્યો નહોતો.

ફિરથી આફતાબને પૂછવામાં આવ્યું કે શું તે દૃશ્યમ ફિલ્મ જોઈ છે ? તો તેના પર આફતાબે કહ્યું કે હા તેને દૃશ્યમ ફિલ્મ જોઈ છે. હવે તે દૃશ્યમ પાર્ટ 2 પણ આવી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને સ્વીકાર કર્યું છે કે દૃશ્યમ ફિલ્મ જોઈને જ તેને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પૉલિગ્રાફ ટેસ્ટમાંથી મળેલા જવાબોનું વિશ્લેષણ કરતાં મનોવૈજ્ઞાનિકોને લાગે છે કે આફતાબ કદાચ કહેશે કે તેણે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી છે, પરંતુ એવું નથી. તેણે સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હત્યાને અંજામ આપ્યો હતો.

આફતાબ શ્રદ્ધાને મારવા માટે જ તેને મુંબઈથી લાવ્યો હતો. જો કે, પોતાને નિર્દોષ સાબિત કરવા માટે, તે એવું નાટક કરી રહ્યો હતો કે જાણે બધું સામાન્ય થઈ રહ્યું છે. હત્યા કર્યા બાદ પણ લાશને ક્યાં ફેંકી દેવાની છે તે પહેલાથી જ પ્લાન કરી રાખ્યું હતું. અગાઉ એવું જાણવા મળ્યું હતું કે બીજા સેશનમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબને 40 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેને ઘણી વખત છીંક આવી. આફતાબને પણ હળવી શરદી હતી. જેના કારણે ગુરુવારે પોલીગ્રાફ ટેસ્ટ અધૂરો રહ્યો હતો.

Niraj Patel