શ્રદ્ધાના આ અંગો સૌથી પહેલા કાપ્યા, રુવાડા ઉભા કરી દે એવો ખુલાસો વાંચો, ફફડી ઉઠશો

શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં પોલિસના હાથે મહત્વની જાણકારી લાગે છે. પોલિસને તે હથિયાર મળી ગયુ છે, જેનાથી આફતાબે શ્રદ્ધાની લાશના ટુકડા કર્યા હતા. મીડિયાના અહેવાલો અનુસાર, તપાસમાં એ ખબર પડી છે કે, આફતાબે ચાઇનીઝ ચોપરથી શ્રદ્ધાની બોડીના ટુકડા કર્યા હતા. આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ સૌથી પહેલા તેના હાથના ટુકડા કર્યા હતા. નાર્કો ટેસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તેણે શ્રદ્ધાના શરીરને જે નાનકડી આરીથી કાપ્યું હતું તે ક્યાં ફેંક્યું હતું, પોલીસ હવે તે સ્થળ પર તે હથિયારની શોધ કરી રહી છે. પોલીસે આફતાબના ફ્લેટમાંથી ઘણા તીક્ષ્ણ હથિયારો મળ્યા હોવાનો દાવો કર્યો છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જ હથિયારોથી શ્રદ્ધાના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આફતાબે ચોપર ક્યાંથી ખરીદ્યુ હતુ. આ સિવાય પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ હથિયારો 18 મે પહેલા ખરીદ્યા હતા કે કેમ. જો એ સાબિત થશે કે હત્યા પહેલા હથિયારો ખરીદાયા હતા તો એ પણ સાબિત થશે કે આફતાબે કાવતરા હેઠળ હત્યા કરી હતી. જો કે અલફતાબ સતત કહી રહ્યો છે કે તેણે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી હતી. શ્રદ્ધાની હત્યા બાદ આફકાબે ઘણા મહિનાઓ સુધી શ્રદ્ધાનો મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો.

જ્યારે મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે શ્રદ્ધાનો મોબાઈલ ફોન તેની પાસે હતો, બાદમાં તેણે ફોન મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો. શ્રદ્ધા કેસમાં આફતાબને પોલીસ દ્વારા કલાકો સુધી પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. તેનો પોલિગ્રાફ અને પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે. દરેક વખતે તેણે ચતુરાઈથી જવાબો આપ્યા. અત્યાર સુધીની તપાસમાં પોલીસ તેની પાસેથી કંઈ નવું શોધી શકી નથી. પૂછપરછ દરમિયાન તે હંમેશા શાંત દેખાયો હતો અને તેના મોઢા પર જરા પણ પછતાવો જોવા મળ્યો નહોતો.

એવું સામે આવ્યુ છે કે તેને ચેસની રમત ખૂબ જ પસંદ છે. તિહાર જેલ બેરેક નંબર-4માં બંધ આફતાબ સમય પસાર કરવા માટે કલાકો સુધી એકલો જ ચેસ રમે છે. ઉલ્લેખનીય છે કે, આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને નાર્કો ટેસ્ટમાં આફતાબે હત્યાની કબૂલાત પણ કરી હતી. નાર્કો ટેસ્ટ દરમિયાન જ્યારે આફતાબને પૂછવામાં આવ્યું કે શ્રદ્ધાનો ફોન ક્યાં છે તો આફતાબે જવાબ આપ્યો કે તેણે શ્રદ્ધાનો ફોન ક્યાંક ફેંક્યો હતો. આફતાબે સ્વીકાર્યું છે કે તેણે ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યાં પોલીસ હજી પણ આમાં ષડયંત્રનો એંગલ શોધી રહી છે.

નાર્કો ટેસ્ટમાં આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે જેનો ઉપયોગ કર્યો હતો તેની પણ કબૂલાત કરી. જ્યારે આફતાબને પૂછવામાં આવ્યું કે શું આ હત્યા કેસમાં અન્ય કોઈની સંડોવણી છે તો તેણે કહ્યું કે તેણે જ આ હત્યા કેસને અંજામ આપ્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા જંગલમાં છુપાવ્યાની કબૂલાત કરી છે. જો કે આફતાબ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી રહ્યો છે. પરંતુ આ પૂરતું નથી. પોલીસ પાસે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી. વાસ્તવમાં નાર્કો ટેસ્ટનો મામલો સીધો કોર્ટમાં સ્વીકારવામાં આવતો નથી. આફતાબે જે કહ્યું તે માત્ર એક કડી છે, જેને પોલીસે હવે પુરાવા સાથે જોડવી પડશે.

Shah Jina