શ્રદ્ધાને ટુકડામાં કાપ્યાના કેટલાક દિવસ બાદ ઘાનો ઇલાજ કરાવવા ગયો હતો આફતાબ, ડોક્ટર બોલ્યા- અંગ્રેજીમાં….

સોમવારના રોજ દિલ્લીના મહરોલીમાંથી ખૌફનાક હત્યાની વારદાત સામે આવી. જેમાં એક યુવક દ્વારા તેની લિવ ઇન પાર્ટનરની હત્યા કરવામાં આવી અને પછી તેની લાશના 35 જેટલા ટુકડા કરી તેને અલગ અલગ જગ્યાએ ફેકવામાં આવ્યા. આરોપી આફતાબ પૂનાવાલાની પોલિસે ધરપકડ કરી છે. આ કેસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે હવે શ્રદ્ધા વોકર હત્યા કેસમાં આફતાબના એક ડોક્ટરનું નિવેદન સામે આવી રહ્યું છે. આફતાબ મે મહિનામાં જ આ ડોક્ટર પાસે ગયો હતો, હાથ પરના ઘાની સારવાર માટે.

આ દરમિયાન આફતાબે ડોક્ટરને કહ્યું કે ફળ કાપતી વખતે તેનો હાથ કપાઈ ગયો હતો. ડોક્ટરે આફતાબ સાથેની વાતચીતની સંપૂર્ણ વિગતો આપી છે. ડૉ. અનિલ કુમારે આજતકને જણાવ્યુ કે આ દિવસે આફતાબ ખૂબ જ આક્રમક અને બેચેન લાગતો હતો. તેણે કહ્યું, “આફતાબ મે મહિનામાં સવારે આવ્યો હતો. તેના હાથ પર ઘા હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે ઈજા કેવી રીતે થઈ તો તેણે કહ્યું કે ફળ કાપતી વખતે થયું. તે સમયે મને કોઈ શંકા નહોતી કે તેણે આટલો મોટો ગુનો કર્યો હશે. ડૉક્ટરે આગળ કહ્યું, “તેને જોઈને એવું લાગતું નહોતું કે તે કોઈ વાતથી ડરતો હતો કે ગભરાઇ રહ્યો નહોતો.

તે મારી આંખોમાં જોઈને વાત કરી રહ્યો હતો અને ગભરાયા વગર જવાબ આપી રહ્યો હતો. તે અંગ્રેજીમાં વાત કરતો હતો. તેણે એ પણ જણાવ્યું કે તે આઈટી સેક્ટરમાં સારી નોકરીની શોધમાં મુંબઈથી દિલ્હી આવ્યો છે. જણાવી દઈએ કે મે મહિનામાં જ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપ છે કે તેણે મૃતદેહના ટુકડા કરી દિલ્હીના અલગ-અલગ ખૂણામાં મૂકી દીધા હતા. એવું માનવામાં આવે છે કે આ ઘા તે જ સમયે થયો હતો જ્યારે તે શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા કરી રહ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ત્રણ મહિના સુધી મૃતદેહના ટુકડા ઘરમાં રાખ્યા હતા. તે ધીમે ધીમે રાત્રે બહાર ગયો અને તેમને ઠેકાણે લગાવતો રહ્યો. પોલીસને નજીકના જંગલમાંથી કેટલાક હાડકાં મળ્યા છે. હત્યા બાદ આફતાબે શ્રદ્ધા જીવિત છે તેવું રાખવા માટે અનેક યુક્તિઓ પણ અજમાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આફતાબે શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના મિત્રોને થોડા સમય માટે મેસેજ મોકલ્યા જેથી બધાને લાગ્યું કે શ્રદ્ધા જીવિત છે. એટલું જ નહીં, આરોપીએ શ્રદ્ધાના ક્રેડિટ કાર્ડનું બિલ પણ ચૂકવ્યું હતું જેથી કંપનીઓ તેનો મુંબઈના સરનામા પર સંપર્ક ન કરે.

Shah Jina