ખબર

35 ટુકડા કરનાર આફતાબના 70 ટુકડા કરીશું, તલવારથી સજ્જ હુમલાખોરોનો દિલ્લીના રસ્તા પર તાંડવ

ફોરેન્સિક લેબ બહાર 4-5 લોકો તલવાર લઇને દોડ્યા, કહ્યુ- અમે તેના 70 ટુકડા કરવા આવ્યા હતા- પોલીસે કાઢી મોટી બંધુક જુઓ

શ્રદ્ધા હત્યા કેસમાં આરોપી આફતાબ FSL ઓફિસથી જેવો બહાર નીકળ્યો કે તેના પર જીવલેણ હુમલાની કોશિશ કરવામાં આવી. હાથમાં તલવાર લઇ 4-5 લોકો આફતાબની વેન પાછળ દોડતા ગયા. હુમલાખોર આ ઘટનાને અંજામ આપવા કારથી પહોંચ્યા હતા. તે કારમાં તલવાર, ભાલો અને વિકેટ જેવા હથિયાર હતા. ગુસ્સાથી લાલચોળ એક હુમલાખોરે કહ્યુ કે, આફતાબે અમારી બહેન-દીકરીના 35 ટુકડા કર્યા, આજે અમે તેના 70 ટુકડા કરવા આવ્યા છીએ. અમે આફતાબને આજે કાપવા આવ્યા છીએ. કોઇને પણ આ હુમલા વિશે ખબર નહોતી.

આસપાસના લોકોએ જ્યારે અચાનક કેટલાક લોકોને રસ્તા પર તલવાર લઇને દોડતા જોયા ત્યારે તેમના હોંશ ઉડી ગયા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ હુમલામાં લગભગ પાંચ લોકો સામેલ હતા. આફતાબ જે વેનમાં બેઠો હતો તેને ખોલવાની કોશિશ પણ તે હુમલાખોરોએ કરી હતી. ત્યારે એક પોલિસે હુમલાખોર પર બંદૂક તાકી અને કહ્યુ કે, જો વેન ખોલી તો ગોળી ચલાવી દેશે. પોલિસે બે આરોપીની ધરપકડ પણ કરી છે, તેણે કહ્યુ કે, તે લોકો આફતાબના 70 ટુકડા કરવા આવ્યા હતા.

એક હુમલાખોરે જણાવ્યુ કે, 15 લોકો ગુરુગ્રામથી આવ્યા હતા અને સવારે 11 વાગ્યાથી જ FSL બહાર ઘાત લગાવીને બેઠા હતા. આ લોકો ગાડીમાં ઘણી તલવારો અને હથોડા લઇને આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ એએનઆઇએ ટ્વીટર પર શેર કર્યો છે. ન્યુઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલો જણાવ્યુ કે, બંદીઓને જેલ લાવવા-લઇ જવાની જવાબદારી થર્ડ બટાલિયન પાસે છે. જે સમયે આફતાબની વેન પર હુમલો થયો, તે સમયે વેનમાં એક સબ ઇન્સપેક્ટર સહિત 5 પોલિસવાળઆ હતા. પોલિસની વેન પૂરી રીતે સુરક્ષિત છે.

આફતાબનો મેડિકલ ચેકઅપ પણ થયો હતો. તેની સુરક્ષાને લઇને એક બેઠક પણ થઇ હતી. જણાવી દઇએ કે, FSLમાં આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ ચાલી રહ્યો હતો. આ ટેસ્ટથી પોલિસ કેસ તરફ વધુ નજીક પહોંચી શકે છે. પૂરા દેશમાં આ કેસને લઇને નારાજગી છે. લોકો ઇચ્છે છે કે આફતાબને જલ્દી જ સજા મળે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ આફતાબનો નાર્કો ટેસ્ટ થશે. નાર્કો માટે કોર્ટથી પરમિશન પણ મળી ગઇ છે.

આ વચ્ચે શ્રદ્ધાનો પરિવાર દિલ્લીમાં હૌજ ખાસ ડીસીપી ઓફિસ પહોંચ્યો હતો. આ પહેલા આ હત્યાકાંડ સામે આવ્યાના 17 દિવસ બાદ દિલ્લી પોલિસને મોટી કામયાબી મળી હતી. પોલિસને સોમવારે શ્રદ્ધાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર મળી આવ્યુ. આ ઉપરાંત શ્રદ્ધાની એ વીંટી પણ મળી જેને આફતાબે હત્યા બાદ બીજી છોકરીને ગિફ્ટ કરી હતી. આ છોકરી શ્રદ્ધાની હત્યા બાદ આફતાબના ફ્લેટ પર પણ આવી હતી. એ સમયે શ્રદ્ધાની બોડીના ટુકડા પણ ફ્રીજમાં હતા.