‘બે વાર ફ્લેટ પર ગઇ, ફ્રિજમાં શ્રદ્ધાની લાશના ટુકડા છે ખબર જ નથી’ આફતાબની સાયકોલોજિસ્ટ ગર્લફ્રેન્ડના ખુલાસા

‘હું એ ફ્લેટ પર બે વાર ગઇ, ફ્રિજમાં શું છે તે ખબર નહોતી’-  અફતાબની ડોક્ટર ગર્લફ્રેન્ડે નવા નવા ખુલાસા કર્યા, જાણો ફાટફાટ

દિલ્લીમાં થયેલ શ્રદ્ધા હત્યાકાંડને લઇને રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ આરોપી આફતાબે કબૂલી લીધુ છે કે તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો અને શ્રદ્ધાના ટુકડા કરી તેણે જંગલમાં ફેંક્યા હતા.હવે શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબની નવી ગર્લફ્રેન્ડ સામે આવી છે. તેણે દાવો કર્યો છે કે શ્રદ્ધાની હત્યા અને તેના ટુકડાથી તેને કોઇ લેવા-દેવા નથી.

તેણે જણાવ્યુ કે, જ્યારે તે આફતાબને મળવા તેના ઘરે જતી ત્યારે તેને એ વાતનો અંદાજો પણ નહોતો કે આફતાબે આ જ ઘરમાં શ્રદ્ધાની લાશના ટુકડા રાખ્યા હતા. મે મહિનામાં હત્યા બાદ આફતાબે નવી છોકરીને ડેટ કરવાનું શરૂ કર્યુ હચુ. આ બંનેની મુલાકાત બમ્બલ એપ પર થઇ હતી, જે એપના માધ્યમથી શ્રદ્ધા અને આફતાબ મળ્યા હતા.આ નવી ગર્લફ્રેન્ડ ઓક્ટોબરમાં બે વખત આફતાબના ઘરે આવી હતી.

તેણે પોલીસને એ પણ જણાવ્યું કે આફતાબે તેને 12 ઓક્ટોબરે વીંટી આપી હતી. પોલીસે તેની પાસેથી આ વીંટી કબજે કરી છે અને તેનું નિવેદન નોંધ્યું છે. અહેવાલ અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રદ્ધાની હત્યાના 12 દિવસ પછી 30 મેના રોજ બંને સંપર્કમાં આવ્યા હતા.

આફતાબની નવી ગર્લફ્રેન્ડ સાયકોલોજિસ્ટ છે. તેણે પોલીસને જણાવ્યું કે તે ઓક્ટોબરમાં બે વખત આફતાબના ઘરે ગઈ હતી, પરંતુ તેને ક્યારેય એવો ખ્યાલ ન આવ્યો કે કોઈની હત્યા કરવામાં આવી છે અથવા શરીરના ટુકડા અહીં રાખવામાં આવ્યા છે. તેણે એમ પણ કહ્યું કે તેણે આફતાબને ક્યારેય ડરમાં જોયો નથી. આફતાબ તેને તેના મુંબઈના ઘર વિશે જણાવતો હતો.

યુવતીએ જણાવ્યું કે તેને હંમેશા આફતાબનું વર્તન સામાન્ય લાગતું હતું. તે ખૂબ જ સંભાળ રાખનાર સ્વભાવનો હતો, જેના કારણે તેને ક્યારેય લાગ્યું નહીં કે આફતાબની માનસિક સ્થિતિ બરાબર નથી. તેણે જણાવ્યું કે આફતાબ પાસે વિવિધ પ્રકારના ડિયોડ્રન્ટ અને પરફ્યુમ્સનો સંગ્રહ હતો અને તે અવારનવાર તેને પરફ્યુમ ગિફ્ટ કરતો હતો. તેણે જણાવ્યું કે આફતાબ ખૂબ જ સિગરેટ પીતો હતો અને તેણે ઘણી વખત સિગરેટ છોડવાની વાત કરી હતી.

તેણે એ પણ જણાવ્યું કે આફતાબને અલગ-અલગ પ્રકારના ફૂડ ખાવાનો શોખ હતો અને તે અલગ-અલગ રેસ્ટોરાંમાંથી નોન-વેજ વસ્તુઓ મંગાવતો હતો. આફતાબે તેને એમ પણ કહ્યું હતુ કે રેસ્ટોરન્ટમાં શેફ જે રીતે ફૂડ સજાવે છે તે તેનો શોખ છે.ઉલ્લેખનીય છે કે, આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો ફાઈનલ રિપોર્ટ બુધવારે આવવાનો છે. આફતાબનો નાર્કો ટેસ્ટ 1 ડિસેમ્બરે થવાનો છે.

Shah Jina