હત્યારો આફતાબ શ્રદ્ધાને કરતો હતો નફરત, ષડયંત્ર કરીને પહેલા હરવા ફરવા લઇ ગયો પછી લઇ લીધો જીવ, ફોરેન્સિક એક્સપોર્ટ ખોલ્યું રહસ્ય

દિલ્હીની શ્રદ્ધા વૉકર હત્યાકાંડ પોલીસ માટે પણ એક પહેલી બની ગયો છે. હત્યારો આરોપી પોલીસની પકડમાં છે અને પોલીસને પણ ગોળ ગોળ ફેરવી રહ્યો છે, ત્યારે તેઓ પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો, જેમાં તેને ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર રોહિણી FSLના વિશેષજ્ઞોએ જણાવ્યું કે આફતાબે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં નહિ પરંતુ ષડયંત્ર હેઠળ કરી હતી. સાથે જ હત્યા કરતા પહેલા બોલીવુડની ફિલ્મ દૃશ્યમ પણ જોઈ હતી અને તે બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યો હતો.

આફતાબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કોઈ કહાની બનાવવાના ફિરાકમાં હતો. શ્રદ્ધાની હત્યા કરતા બાદ મિત્રો અને પરિજનો સાથે સતત વાત કરીને એવા પુરાવા બનાવી રહ્યો હતો જેના કારણે તેને નિર્દોષ છૂટવામાં કોઈ પ્રોબ્લમ ના થાય. આ વાતો આફતાબના ગુરુવારે થયેલા અને પોણા નવ કલાક સુધી ચાલેલા પોલિગ્રાફી ટેસ્ટમાં સામે આવી હતી. આ ઉપરાંત પણ બીજી ઘણી બધી વાતો પણ સામે આવી હતી.

પોલીસ માટે શ્રદ્ધા મર્ડર કેસ હકીકતમાં દૃશ્યમ ફિલ્મની કહાની જેવો બની ગયો છે. જેમાં પોલીસ પાસે દૃશ્યમ ફિલ્મની જેમાં જ આખા કેસની હકીકત છે. પરંતુ પુરાવાના અભાવે 15 દિવસથી ગોળ ગોળ ફરી રહી છે. આ કેસથી જોડાયેલી 14થી વધારે પોલીસની ટીમો દિવસ રાત પુરાવા એકત્ર કરવામાં લાગી ગઈ છે. પરંતુ હજુ સુધી પોલીસને પણ કોઈ ખાસ સફળતા હાથ નથી લાગી. હત્યારા આફતાબનું ત્રણ વાર પોલિગ્રાફી ટેસ્ટ પણ થઇ ગયું છે પરંતુ સવાલ જવાબથી પોલીસ પણ સંતુષ્ટ નથી. ત્યારે હવે તેના નાર્કો ટેસ્ટ કરવાની તૈયારી થવાની પણ ચર્ચાઓ છે.

આફતાબની પોલીસ કસ્ટડીના 4 દિવસ પૂરા થયા છે. તેને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને તિહાર જેલમાં મોકલવામાં આવશે. જો કે, દિવસ દરમિયાન ફરી એકવાર તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા દિલ્હી પોલીસે 5-5 દિવસ માટે બે વખત આફતાબની કસ્ટડી લીધી હતી. આ રીતે કુલ 14 દિવસ સુધી તેની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલવા માટે પૂરી તાકાત લગાવી હતી.

ત્યારે હાલ આ મર્ડર કેસમાં એક મોટી અપડેટ પણ સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફોરેન્સિક લેબના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ છે. ફોરેન્સિક લેબ દ્વારા શ્રધ્ધાના પિતાના ડીએનએ સેમ્પલ સાથે જંગલમાંથી મળેલા લોહીના ગઠ્ઠા અને હાડકાં મેચ થયા છે. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હતી. જંગલમાંથી મળી આવેલા કેટલાક હાડકાં અને ટાઈલ્સની વચ્ચેથી મળેલા લોહીથી આ વાત સામે આવી છે.

ફોરેન્સિક ટીમે દિલ્હી પોલીસને મૌખિક માહિતી આપી છે. જો કે સંપૂર્ણ રિપોર્ટ આપવામાં થોડા દિવસો લાગશે. પોલીસે રજૂ કરેલા પુરાવાની તપાસ કર્યા બાદ પ્રાથમિક તપાસમાં શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ છે. આ તપાસમાં શરીર પર આરીના નિશાન મળી આવ્યા છે અને પોલીસ હવે રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Niraj Patel