શ્રદ્ધા જ નહિ 20થી વધારે મહિલા સાથે સંપર્કમાં હતો આરોપી આફતાબ, અલગ અલગ સિમમાંથી રહેતો સંપર્કમાં

એક નંબરનો લફરાબાજ હતો આ નરાધમ, શ્રદ્ધા પહેલા ઘણી યુવતી સાથે અફેર કરતો હતો, જુઓ

બહુચર્ચિત શ્રદ્ધા વોકર હત્યાકાંડમાં અનેક ખુલાસાઓ રોજ થઇ રહ્યા છે. ત્યારે હાલમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઇને ઘણો ચોંકાવનારો ખુલાસો થયો છે. આફતાબની 20થી વધારે મહિલા મિત્ર હતી. આ બધી બંબલ ડેટિંગ એપથી બની હતી. તેમાં વધારે મહિલાઓ તેના ઘરે પણ આવી ચૂકી છે. આમાંથી તેના વધારે મહિલાઓ સાથે નજીકના સંબંધ પણ હતા. આ ખુસાસો આફતાબે દક્ષિણ જિલ્લાની મહરૌલી પોલિસની પૂછપરછમાં કર્યો હતો. દક્ષિણ જિલ્લા પોલિસે ડેટિંગ એપ બંબલને પત્ર લખ્યો છે અને મેસેજ પણ કર્યો છે.

પોલિસે એપ પ્રબંધનથી આરોપીની બધી મહિલા મિત્રોની જાણકારી માગી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આફતાબ દર વખતે નવા સિમથી ડેટિંગ એપ પર નવું એકાઉન્ટ બનાવતો અને તેના દ્વારા અલગ-અલગ યુવતીઓ સાથે દોસ્તી કરતો હતો અને પછી તેમને રૂમમાં બોલાવતો હતો. દિલ્હી પોલીસ હવે તેની કાળી કુંડળી તપાસવામાં વ્યસ્ત છે. EE દરમિયાન શ્રદ્ધાના પિતાએ હત્યારા માટે ફાંસીની સજાની માગ કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, આફતાબ દર વખતે નવા સિમ વડે ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવતો હતો

અને યુવતીઓ સાથે દોસ્તી કરતો હતો અને તેમને રૂમમાં બોલાવતો હતો. શ્રદ્ધા વોકરનો લિવ-ઈન પાર્ટનર આફતાબ બમ્બલ એપ સિવાય ટિન્ડર સહિતની વિવિધ એપ દ્વારા ઘણી જુદી જુદી યુવતીઓના સંપર્કમાં હતો અને શ્રદ્ધાની હત્યા બાદ પણ ઘણી વખત યુવતીને રૂમમાં લાવ્યો હતો. આ જ કારણ છે કે દિલ્હી પોલીસે બમ્બલ અને ટિન્ડર એપને પત્ર લખીને આફતાબના એકાઉન્ટની વિગતો માંગી છે અને આરોપી કઈ યુવતીઓના સંપર્કમાં હતો, પોલીસ તેમની પણ તપાસ કરશે.

આફતાબ દરેક સિમ પોતાના નામે લેતો હતો. તેણે દિલ્હીમાંથી ઘણા સિમ લીધા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ રીતે તેણે 20થી વધુ યુવતીઓ સાથે દોસ્તી કરી છે. આમાંની મોટાભાગની છોકરીઓ તેના ઘરે ગઈ છે. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી આફતાબે તેનો મોબાઈલ હેન્ડસેટ OLX પર વેચી દીધો હતો અને સિમ તોડીને ફેંકી દીધુ હતુ. ત્યારબાદ આરોપીએ દિલ્હીથી તે જ નંબરનું બીજું સિમ લીધું હતું. તેણે દિલ્હીમાં મોબાઈલ હેન્ડસેટ નવો ખરીદ્યો હતો. હાલમાં તે તેનો ઉપયોગ કરી રહ્યો હતો.

Shah Jina