આફતાબને લઇ જઈ રહેલી વેન પર લોકો ખુલ્લી તલવાર લઈને ઘસી આવ્યા, પોલીસે કાઢવી પડી બંદૂક, જુઓ વીડિયો

આફતાબ પર તલવારથી હુમલો કરવા આવ્યા લોકો પર પોલીસે ધરી બંદૂક, હુમલાવર બોલ્યા, “બસ 2 મિનિટ આપી દો…” જુઓ પછી શું શું થયું

શ્રદ્ધા હત્યાકાંડનો મુખ્ય આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે આ મામલામાં એક પછી એક ચોંકાવનારી ખબરો પણ સામે આવી રહી છે, ત્યારે હાલ પણ એક એવી જ ખબર સામે આવી છે, આફતાબને લઈ જઈ રહેલી પોલીસ વેન પર કેટલાક લોકો ખુલ્લી તલવાર લઈને ઘસી આવ્યા હતા, જેના કારણે પોલીસને પણ બળ પ્રયોગ કરવો પડ્યો અને પોલીસે પણ બંદૂકના જોર પર તે લોકોને દૂર ભગાડ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આફતાબ FSL કાર્યાલયની બહાર વેનમાં સવાર થઈને નીકળતો હતો ત્યારે જ લગભગ 15 જેટલા લોકોએ ગાડી પર હુમલો કરી દીધો હતો. કેટલાક લોકો તેની વેનની બહાર તલવાર લઈને ઉભા હતા. લોકોની અંદર શ્રદ્ધા મર્ડર કેસ સામે આવ્યા બાદ જ આફતાબ વિરુદ્ધ ગુસ્સો ભરાયેલો છે. આ બધા જ હુમલાવરો એક વેનમાં આવ્યા હતા અને તેમની વેનમાંથી હથોડા અને 4-5 તલવારો પણ મળી આવી છે.

હુમલો કરનારનું કહેવું છે કે જોઈ કોઈ આવું કરશે તો તેને માફ નહિ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ અમીન પુનાવાલાને પોલિગ્રાફી ટેસ્ટ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી લાવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક હુમલવરોએ તેના પર તલવારથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હવે આ ઘટનાનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો તેની વેનની પાછળ તલવાર લઈને દોડી રહ્યા છે અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. હુમલાવરો પ્લાનિંગ સાથે આવ્યા હતા અને ગાડીમાં ઘણા હથિયાર પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે આફતાબ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની સુરક્ષાની જવાબદારી પોલીસની બને છે. એવામાં આફતાબ પર હુમલો થયો તો પોલીસે તેને બચાવવા માટે સરકારી બંદૂક કાઢી હતી અને તેના કારણે હુમલાવરોને પાછળ હટવું પડ્યું હતુ. પોલીસ હવે આ મામલાની પણ તપાસ કરી રહી છે. આ હુમલવારોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

Niraj Patel