6 મહિના સુધી આફતાબ અને શ્રદ્ધા આ જગ્યાએ રહ્યા હતા પતિ-પત્ની બનીને, જાણો ફટાફટ નવો ખુલાસો

શ્રદ્ધા સાથે લિવ ઇનમાં રહેતા તેના પાર્ટનર આફતાબે પહેલા તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેની લાશના 35 ટુકડા કરી નાખ્યા. આ ઘટનાએ આખા દેશમાં ચકચારી મચાવી દીધી છે. શ્રદ્ધાની હત્યાના 6 મહિના બાદ આખો કેસ સામે આવ્યો અને પોલીસે હત્યારા આફતાબની ધરપકડ કરી. હત્યારા આફતાબ પુનાવાલાએ પોલીસ સામે પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો છે.

આ હત્યાને લઈને આફતાબે પોલીસ સમક્ષ ઘણા બધા ખુલાસો પણ કર્યા છે. પોલીસ પુછપરછમાં હત્યા પાછળનું કારણ બંને વચ્ચેના ઝઘડા હોવાનું પણ સામે આવ્યું છે, આફતાબે પોલીસને જણાવ્યું હતું કે જયારે તે મુંબઈમાં રહેતા હતા ત્યારે જ બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા હતા. શ્રદ્ધા તેને વાસણથી મારતી હતી અને તે તેને થપ્પડ મારતો હતો. આ જ ઝઘડાઓના કારણે તેણે શ્રદ્ધાની હત્યા કરી નાખી.

પોલીસે એમ પણ જણાવ્યું કે આરોપી પુછપરછ દરમિયાન હસી રહ્યો હતો, પોલીસના ના પાડવા છતાં પણ તે હસ્યા જ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આફતાબ ખુબ જ તેજ દિમાગ છે અને તે કડકડાટ અંગ્રેજી પણ બોલે છે. તે દરેક વાતનો સમજી વિચારીને જ જવાબ આપે છે. પોલીસ પુછપરછમાં આફતાબે ખુલાસો કર્યો હતો કે તે અને શ્રદ્ધા મુંબઈના જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં તેમને પોતાને એક બીજાના પતિ-પત્ની જણાવ્યા હતા.

આફતાબ અને શ્રદ્ધા મુંબઈના વસઈમાં વ્હાઈટ હિલ્સ સોસાયટીના ફ્લેટ 201માં લગભગ છ મહિના સુધી સાથે રહ્યા હતા. પોલીસ વેરિફિકેશન માટે બંનેએ જમા કરાવેલા દસ્તાવેજોમાં બંનેએ પતિ-પત્નીના સંબંધો ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે 26 ઓક્ટોબરે વસઈ પોલીસે પહેલીવાર આફતાબનું નિવેદન લીધું હતું. 14 મેના રોજ શ્રદ્ધા અને આફતાબ છતરપુરના ઘરે શિફ્ટ થયા હતા. આફતાબે પોતાના પહેલા નિવેદનમાં જણાવ્યું કે 22 મેના રોજ ઝઘડા બાદ શ્રદ્ધા ફોન લઈને ઘરેથી નીકળી ગઈ હતી. 26 મેના રોજ શ્રદ્ધાનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

વસઈ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે શ્રદ્ધાના ફોનનો ઉપયોગ 22 મેથી 26 મે વચ્ચે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાના બેંક ખાતામાંથી આફતાબના ખાતામાં 54 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે સમયે ફોનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું હતું તે સમયે ફોનનું લોકેશન માત્ર છતરપુર હતું. આ જૂઠાણાના કારણે આફતાબનો પર્દાફાશ થયો હતો.

Niraj Patel