શું શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા પારસી છે ? ખુલી ગયું રહસ્ય

દિલ્લીમાં હ્રદય કંપાવી દેનાર શ્રદ્ધા હત્યાકાંડમાં પોલિસ સતત જંગલોની તપાસ કરી રહી છે. શ્રદ્ધાની બોડીના કેટલાક પાર્ટ હજુ સુધી મળ્યા નથી. સૌથી મહત્વપૂર્ણ તેનું માથુ નથી મળ્યુ. આ કેસમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થઇ ચૂક્યા છે. જો કે, આ બધા વચ્ચે આરોપ આફતાબ અમીન પૂનાવાલાના ધર્મ પર બહેસ છેડાઇ છે. મોટી સંખ્યામાં લોકો તેના પારસી હોવાનો દાવો કરી રહ્યા છે. આનું મોટુ કારણ એ છે કે તેની સરનેમ પૂનાવાલા છે. સામાન્ય રીતે આવી સરનેમ પારસી લગાવે છે.

આફતાબે સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાનો ધર્મ માનવતા લખ્યો છે. આનાથી કન્ફ્યુઝન વધ્યુ છે. લોકો આફતાબના ઇન્સ્ટા એકાઉન્ટથી લઇને તેનો ધર્મ સર્ચ કરી રહ્યા છે અને આ ગુગલ પર ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે. ઇન્સ્ટાગ્રામ પર આફતાબનું ‘thehungrychokro’ નામથી પ્રોફાઇલ છે. તેમાં લગભગ 422 સપ્તાહ જૂની પોસ્ટમાં આફતાબે પોતે લખ્યુ છે કે, તે મુસ્લિમ છે. દિલ્લીના મહરૌલી પોલિસ સ્ટેશનમાં દાખલ FIRમાં આફતાબ અમીન પૂનાવાલા મુસ્લિમ છે

અને મૃતક શ્રદ્ધા વોકર હિંદુ ધર્મની કોલી જાતિની છે. આફતાબનો પરિવાર મુંબઇના વસઇમાં રહે છે. અલગ અલગ મીડિયા રીપોર્ટ્સમાં તેના પાડોશીઓએ પુષ્ટિ કરી છે કે તે મુસ્લિમ છે અને ખોજા સમુદાયથા તાલ્લુક રાખે છે.ખોજા સમુદાય ગુજરાતના એક વેપારી સમુદાયથી આવે છે. આ સમુદાયના લોકોએ કેટલીક સદી પહેલા ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો અને મુસ્લિમ બની ગયા હતા. ખોજા સમુદાયના લોકો શિયા અને સુન્ની બંને ઇસ્લામને માને છે.

જો કે મોટાભાગના ખોજા મુસ્લિમ ધર્માંતરણ ઇસ્માઇલી શિયા ધાર્મિક કાયદાનું પાલન કરે છે, ત્યાં ખોજા ઇસ્ના અશરી શિયાઓની નોંધપાત્ર સંખ્યા પણ છે. કેટલાક ખોજા મુસ્લિમો પણ સુન્ની ઈસ્લામનું પાલન કરે છે. ખોજા મુસ્લિમો ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે કારણ કે તેઓએ ઘણા દાયકાઓ પહેલા અહીંથી ઇસ્લામ સ્વીકાર્યો હતો. અહીંથી ઘણા પરિવારો પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિફ્ટ થયા, ત્યારબાદ તેઓ મહારાષ્ટ્રમાં પણ વિસ્તરી ગયા.

ખોજા સમુદાયના મુસ્લિમ પરિવારો પૂર્વ આફ્રિકાના દેશોમાં પણ સ્થાયી થયા છે. આફતાબે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ લખ્યું હતું કે તે મુસ્લિમ છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે તેને તેના નામ વિશે પૂછ્યું હતું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ? આફતાબે જવાબ આપ્યો કે હું મુસ્લિમ છું.

Source Information 1

Source Information 2

Shah Jina