આફતાબને શ્રદ્ધાની મોત પર નથી જરા પણ અફસોસ, આ એક કારણને લઈને પોલીસની પણ વધી છે ચિંતા

દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડ પર હવે આખા દેશની નજર છે, આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, સાથે જ હાલ દિલ્હી પોલીસ પણ  શ્રદ્ધાનું માથું અને ધડ શોધવા માટે દિલ્હીના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. શ્રદ્ધાની લાશના ટુકડાઓ શોધવા માટે છતરપુરના જંગલોમાં 100થી વધુ પોલીસકર્મીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રવિવારે પણ આ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સફળતા હાથ નથી લાગી.

દક્ષિણ જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓ આરોપી આફતાબને લઈને તેના છતરપુર સ્થિત ભાડાના મકાનમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા આખો સીન રીક્રીએટ કરાવ્યો અને તેને એમ પણ પૂછ્યું કે ક્યાં અને શું કર્યું હતું. પોલીસ આરોપી સાથે અહીંયા 2-3 કલાક સુધી રહી હતી.તો પોલીસ પુછપરછમાં હત્યારા આફતાબનું કહેવું છે કે તેને શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવાનું શરૂ કરી દીધું હતું.

તેને જણાવ્યું કે તેને શ્રદ્ધાના ત્રણથી ચાર ફોટોગ્રાફ પણ સળગાવી દીધા અને તેની વસ્તુઓ પણ ફેંકી દીધી હતી. જોકે પોલીસને આરોપીના ભાડાના ઘરમાંથી કેટલોક સમાન પણ મળી આવ્યો છે. પોલીસે ઘરમાંથી શ્રદ્ધાના કપડાં અને અન્ય સમાન જપ્ત કર્યો છે.તો શ્રદ્ધાની હત્યા કરવા પર આરોપી આફતાબને જરા પણ પછતાવો નથી થઇ રહ્યો. જયારે શનિવારના રોજ આરોપીને મહરૌલીના જંગલમાં તપાસ અભિયાન દરમિયાન લઇ જવામાં આવ્યો ત્યારે તે સતત હસતો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર દક્ષિણ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકરીએ જણાવ્યું કે તે જંગલમાં તલાશી દરમિયાન પોલીસકર્મીઓ સાથે નોર્મલ રીતે વાત કરી રહ્યો હતો, જાણે કે કઈ થયું જ નથી. જેનાથી દક્ષિણ જિલ્લાના પોલીસકર્મીઓ પોતે જ પણ હેરાન છે કે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈપણ વ્યક્તિ નોર્મલ કેવી રીતે રહી શકે છે. હવે પોલીસને લાગી રહ્યું છે કે આરોપી સાઈકો છે.

Niraj Patel