ખબર મનોરંજન

ખૂબ જ ખરાબ હાલતમાં અફસાના ખાન પહોંચી ભાઇ સિદ્ધૂ મૂસેવાલાના ઘરે, પતિ સંભાળતો જોવા મળ્યો

આંખોમાં આંસુ, લડખડાતા પગ…પતિ સાથે ભાઇ સિદ્ધૂ મૂસેવાલાના ઘરે પહોંચી બહેન અફસાના ખાન

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના નિધનથી બધા જ સ્તબ્ધ છે. સિંગરની દિનદહાડે ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી. હવે બસ લોકોના મનમાં તેની યાદો રહી ગઇ છે. એકના એક દીકરાને ખોયા બાદ માતા-પિતાની હાલત ખરાબ છે. ત્યાં સિદ્ધૂ મૂસેવાલાની માનીતી બહેન સિંગર અફસાના ખાન પણ ખરાબ રીતે તૂટી ગઇ છે. ભાઇના મોતની ખબર મળતા જ તે બેસુધ થઇ ગઇ હતી. અફસાના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યુ હતુ. ત્યાં તે ભગવાન પાસે તેનો ભાઇ પાછો માંગી રહી છે.

આ વચ્ચે અફસાના ખાનની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેના ચહેરા પર ભાઇને ખોવાનું ગમ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.અફસાના ખાનની આ તસવીરો સિદ્ધૂ મૂસેવાલાની ઘરની બહારની જણાવવામાં આવી રહી છે. આંખોમાં આંસુ, લડખડાતા કદમ સાથે અફસાના સિદ્ધૂના માતા-પિતાને મળવા પહોંચી હતી. જણાવી દઇએ કે, સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ સંસ્કાર આજે થઇ રહ્યા છે. માનસા જિલ્લાના મૂસા ગામ સ્થિત પૈતૃક ઘરથી અંતિમ યાત્રા નીકળી હતી.

સિદ્ધૂને કોઇ શ્મશાન ઘાટ નહિ પરંતુ પોતાના ખેતરમાં મુખાગ્નિ આપવામાં આવશે.સિદ્ધૂના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ મૂકવામાં આવ્યો હતો. ત્યાં ચાહકોની ભારે ભીડ જામી હતી. મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવી હતી.જણાવી દઇએ કે, મૂસેવાલા પર રવિવારે જવાહરકેમાં 30થી40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થઇ ગયુ.

પોસ્ટમોર્ટમમા તેના શરીર પર ગોળીઓના બે ડઝન એટલે કે 24 નિશાન મળી આવ્યા હતા.સિદ્ધુની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પાર્ટનર ગોલ્ડી બરારે લીધી છે. ગોલ્ડી કેનેડામાં રહે છે જ્યારે લોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ છે.જો કે, સિદ્ધુ મુસેવાલાની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં હુમલાના એક દિવસ કાપ મુકવામાં આવ્યો હતો.અગાઉ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં 4 જવાનો તૈનાત હતા. પરંતુ એક દિવસ પહેલા જ તેને ઘટાડીને 2 કરવામાં આવ્યા હતા.

પંજાબના ડીજીપી વીકે ભાવરાએ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અંગે મોટી માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી નથી. તેની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયો ન હતો. આ સિવાય તે પોતાની પાસેનું બુલેટ પ્રુફ વાહન લઈને પણ નીકળ્યો ન હતો.