આફ્રીકાના આ બે ભાઇ બહેન બોલિવુડ ગીતો પર આપી રહ્યા છે એવા ધાંસૂ એક્સપ્રેશન કે લોકો કરી રહ્યા છે પ્રશંસા

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણું બધું વાયરલ થાય છે. પરંતુ કેટલીકવાર ઇન્ટરનેટ પર એવું કંઈક ફરતું થઇ જતુ હોય છે, જે ખરેખર દિલને ખુશ કરી દે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ પ્લેટફોર્મ પર ઝડપથી હેડલાઇન્સ મેળવી રહ્યો છે. આ એક આફ્રિકન ભાઈ-બહેનનો વીડિયો છે, જે બોલિવૂડ ગીત ‘રાતા લંબિયાં’ પર પરફોર્મ કરતા જોવા મળે છે. ફિલ્મ ‘શેરશાહ’ના આ ગીત પર બંને ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપી રહ્યાં છે.

બોલિવૂડના ગીતો હંમેશા દેશની બહાર સાંભળવા મળે છે અને લોકોની પસંદ પણ રહ્યા છે. પરંતુ આ આફ્રિકન ભાઈ-બહેનોને સોશિયલ મીડિયા પર આ રીતે ગીતો રજૂ કરતા જોવું એ ઈન્ટરનેટ યુઝર્સ માટે પણ નવું છે અને તેઓ તેને પસંદ પણ કરી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા છોકરાનું નામ કિલી પોલ છે. તે જ સમયે, સાથે તેની બહેન નીમા છે. બંને તાન્ઝાનિયાના રહેવાસી છે. બંને વિવિધ પ્રકારના મનોરંજનના વીડિયો બનાવે છે અને તેને સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરે છે. લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે ઇન્સ્ટા પર તેમના 84 હજારથી વધુ ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Kili Paul (@kili_paul)

તેમનો આત્મવિશ્વાસ અને લિપ સિંગ જોઈને લાગતું નથી કે હિન્દી તેમની પોતાની ભાષા ન હોય. અત્યાર સુધીમાં તેમના 3-4 બોલિવૂડ ગીતો પર લિપ સિંગના વીડિયો વાયરલ થયા છે.આ જોડીનો લેટેસ્ટ વાયરલ વીડિયો જુબીન નૌટિયાલના ઈમરાન ખાન પર ફિલ્માવાયેલા ગીતનો છે. ભાઈ-બહેનની જોડી મુંબઈ સાગાના ગીત ‘આંખ ઊઠી’ પર પરફોર્મ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi (@therealemraan)

Shah Jina