કાબુલ છોડવાના ચક્કરમાં જે લોકો પ્લેન ઉપર લટકાઈને નીચે પડ્યો એ બહુ મોટી હસ્તી નીકળી, ફેન્સ આઘાતમાં

અફઘાનિસ્તાનની હાલત હાલ ખુબ જ ખરાબ છે. તાલિબાન દ્વારા કબ્જો મેળવી લીધા બાદ ત્યાંના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા માંગે છે અને કાબુલ એરપોર્ટ ઉપર જનમેદની ઉમટી પડી છે. ત્યારે ઘણા લોકોને પ્લેનમાં જગ્યા ના મળતા તે પ્લેનની બહાર જ બસની જેમ લટકીને જતા હોય તેવા પણ ઘણા દૃશ્યો જોવા મળ્યા છે.

પ્લેન ઉપર લટકાઈને જઈ રહેલા લોકોમાં ઘણા લોકોના નીચે પડી જવાના કારણે મોત પણ થઇ ગયા છે. હવે આ પ્લેનમાંથી નીચે પડી ગયેલા લોકોમાં એક આશાસ્પદ યુવકનું પણ મોત થયું હોવાનો ખુલાસો પણ થયો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમના ખેલાડી જાકી  અનવારી આ અફરાતફરીમાં 16 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટથી ઉડાન ભરી રહેલા સી-1 કાર્ગો પ્લેનમાં ચઢી ગયો હતો, પરંતુ નીચે પડવાના કારણે તેનું મોત થઇ ગયું હતું.

અનવરીના દુઃખદ મોતની પુષ્ટિ અફઘાનિસ્તાનઆ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ વિશે એક ફેસબુક પેજ દ્વારા કરવામાં આવી છે.ખેલ નિદેશાલય દ્વારા પણ કાબુલના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર અફરા તફરી બાદ તેમના દુઃખદ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અફઘાનો દ્વારા દેશ છોડવાના પ્રયત્નોમાં વિમાન ઉપર લટકાવાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લીધા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં  કાબુલમાંથી ઉડાન ભરવા વાળા સી-17 જેટ વિમાનની છત ઉપર ચઢવાના કારણે કેટલાક લોકો મોતને ભેટ્યા હતા.

Niraj Patel