તાલિબાનથી ફફડીને લોકો બાથરૂમમાં પુરાયા પરિવારના 16 લોકો! ને પછી જે થયું તે

છેલ્લા અઠવાડિયાથી તાલિબાને અફઘાનિસ્તાનમાં આતંક મચાવ્યો છે. એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ થી લઈને કંધાર અને જલાલાબાદ થી લઈને હેરાત સુધી મોટા ભાગના નાના મોટા શહેરમાં સન્નાટો છે.

રોડ પર એક ચોક પર ફક્ત હથિયારધારી તાલિબાની સૈનિકો જોવા મળી રહ્યા છે. આપણા જેવા સામાન્ય લોકોમાં તાલિબાનથી એવા ફફડી ઉઠ્યા છે કે તેઓ ઘરોમાંથી બહાર નથી નીકળતા. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના લડાકૂ હાલ દરેક ઘરની તલાશી લઈ રહ્યા છે. તેઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમણે અમેરિકા અથવા અફઘાનિસ્તાન સરકાર (Afghanistan government)ની મદદ કરી હોય. આ તલાશી સમયે તાલિબાનના લડાકૂ જ્યારે એક ઘરમાં પહોંચ્યા ત્યારે સામાન્ય પ્રજા અને તેનું ફેમિલી એક બાથરૂમમાં પુરાઈ ગયા હતા.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ તાલિબાનના સૈનિકોએ એક એપાર્ટમેન્ટમાં જઈને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પછી ઘરમાં દોડધામ થઈ ગઈ હતી. એ ફેમિલીના 16 વ્યક્તિઓ બાથરૂમમાં છુપાઈ ગયા હતા. લાઇટ્સ બંધ કરી દીધી હતી. ફોન પણ સ્વીચ ઑફ કરી દીધા હતા. બાળકોને એકદમ ચૂપ રાખવા માટે તેમના મોઢા બંધ કરી દીધા હતા. આ પરિવાર એટલો ડરમાં હતો કે તે કોઈ જોખમ લેવા માંગતો ન હતો. છેલ્લા 12 મહિના દરમિયાન આ પરિવારે ખૂબ જ ભયાનક દ્રશ્યો જોયા છે. તેમની આંખોની સામે જ બે પરિવારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

ફેમિલીના એક વ્યક્તિએ કહ્યું કે, “મારો પરિવાર ડરના માહોલમાં દિવસો પસાર કરી રહ્યો છે. તેઓ જેવી કોઈ ગાડીને રોડ પર દોડતી જુએ છે કે બાથરૂમ તરફ ભાગે છે.” ફેમિલીના આ વ્યક્તિએ વધુમાં જણાયું કે તેઓ કેમ પણ કરીને અફઘાનિસ્તાનમાં દેશથી ભાગવા માંગે છે. તેમણે અનેક દેશોની સરકાર પાસે વિઝા આપવાની અપીલ કરી છે. અહીંના લોકોને હવે ખાવા પીવાની પણ સમસ્યા નડી રહી છે. ઘણી બધી વસ્તુઓનો ભાવ હવે આસમાને પહોંચી રહ્યાં છે.

એ દેશમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. લગભગ બધા જ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે, તેથી અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે પોતાના લોકોને બહાર કાઢવા માટે એરફોર્સના ગ્લોબમાસ્ટર C-17ને સ્ટેન્ડબાય પર પણ મૂકી દીધું છે, એને ગમે ત્યારે કાબુલ મોકલવામાં આવી શકાય છે.

તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે, 120થી વધુ આપણા ભારતીયો ગ્લોબમાસ્ટર C-17થી ભારત પરત ફર્યા હતા. એમાં કાબુલમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ, ITBPના કર્મચારીઓ અને અન્ય લોકો સામેલ હતા. આની પહેલાં સોમવારે પણ 45 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

YC