જોરથી અવાજ આવ્યો, જોયું તો છત પર.. અમેરિકાના પ્લેનમાંથી અફઘાની યુવકોની પડવાની કહાની, વલી સાલેકની જુબાની

ધાબા ભૂકંપ જેવું ધ્રુજી ગઈ, બે ચીંથરેહાલ લાશ પડી એ જોઈને પત્નીનો તો બેભાન થઈ ગઈ જાણો પછી શું થયું…નબળા હૃદય વાળા દૂર રહે

અફઘાનિસ્તાન પર તાલિબાની લડાકુઓના કબજા પછી દરેક જણ જેમ બને તેમ પોતાનો દેશ છોડવા ઈચ્છે છે.તેના લીધે કાબુલ એરપોર્ટ પર 16 ઓગસ્ટે ઘણી માત્રામાં લોકો ભેગાં થયા હતા.સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો છે, જેમાં અમેરિકાના પ્લેનમાંથી બે યુવા અફઘાનીઓને આકાશમાંથી નીચે પડતા જોવા મળ્યા હતા.આ બંને અફઘાની વ્યક્તિઓ વલી સાલેકના ઘરની છત પર પડ્યા હતા. પડવાથી આ બંનેનું મોત થઇ ગયું અને છતને પણ ઘણું નુકશાન થયું હતું.

મીડિયાએ વલી સાલેક સાથે વાત કરી જેમાં તેણે બંને યુવાનોની આકાશમાંથી પડ્યા હોવાની વાત કહી. વલીએ જ્ણાવ્યુ કે સોમવાર 16 ઓગસ્ટે બપોરે પરિવાર સાથે ઘરમાં આરામ કરી રહ્યો હતો, અચાનક છત પર કંઈક પડવાનો અવાજ આવ્યો. છત પર જઈને જોયું તો બે યુવાનો મૃત હાલતમાં પડ્યા હતા.બંનેના પેટ અને માથા ફાટી ગયા હતા. મારી દીકરી અને મારી પત્નીએ આ જોયું તો ત્યાં જ બેભાન થઇ ગયા.

વલીના કહેવા મુજબ, પાડોશીએ જણાવ્યું કે આ બંને વિમાનમાંથી પડ્યા છે. અમે બંને યુવાનોની લાશોને પાસે આવેલી મસ્જિદમાં લઇ ગયા.એમાંથી એકના ખિસ્સામાં બર્થસર્ટી હતું જેમાં શફિઉલ્લાહ હોતક નામ હતું. શફિઉલ્લાહ વ્યવસાયથી ડોકટર હતા. મરવાવાળા બીજા યુવાનનું નામ ફિદા મોહમ્મદ હતું. આ બંનેની ઉંમર 30 વર્ષથી ઓછી હતી.

વલીએ જણાવ્યું કે આ બંને યુવક એટલા જોરથી પડ્યા કે છતને પણ ઘણું નુકશાન થયું અને ઘરની છતની દીવાલો પર પણ તિરાડો પડી ગઈ. તેને મૃતક યુવાનોના વિડીયો અને તેના ઘરની તસવીરો પણ શેર કરી છે

તાલિબાન ના કબજા હેઠળ આવેલ પ્રદેશ વિષે વાત કરતા વલી સાલેક કહે છે કે રાજધાની કાબુલ સાથે પુરા અફઘાનિસ્તાનમાં દહેશત છે. જો મને મોકો મળે તો હું પણ અફઘાનિસ્તાન છોડીને જવા માંગુ છું. 47 વર્ષનો વલી કાબુલમાં સિક્યુરિટી ગાર્ડ છે અને તેનું ઘર રાજધાનીના એરપોર્ટથી આશરે 4 કિલોમીટર દૂર છે.

વલી આગળ બતાવે છે કે અહીંના રસ્તા એકદમ ખાલી છે જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય.જે લોકો તે તાલિબાનોના અફઘાનિસ્તાનને છોડીને બીજા દેશોમાં જવા માંગે છે તે વાત બતાવે છે કે અફઘાનિસ્તાનથી નીકળવા માટે લોકો કેટલા અધીરા છે.

Krishna Patel