અફઘાનિસ્તાનથી બોલીવુડમાં આવેલી અપ્સરા જેવી અભિનેત્રી જેની તસવીરોએ ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે, જુઓ તેની ગ્લેમરસ તસવીરો

રૂપ રૂપનો અંબાર છે આ અફઘાનિસ્તાનની હિરોઈન, સલમાન ખાને કરી હતી લોન્ચ…7 PHOTOS જોતા જ આખો પટપટાવી નહિ શકો

બોલિવૂડ અભિનેત્રી વરીના હુસેન જેણે પોતાના સુંદર દેખાવથી લોકોને દીવાના બનાવ્યા છે તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે તેની તસવીરો અને વીડિયોચાહકો સાથે શેર કરતી હોય છે થોડા સમયથી વરીનાએ સોશિયલ મીડિયા પર એક્ટિવ ઓછી રહે છે.

તેણે છેલ્લે ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘લવયાત્રી’માં પડદા ઉપર કઈ ખાસ કમાલ કરી શકી નહીં પરંતુ બોલિવૂડને આ ફિલ્મથી એક સુંદર અભિનેત્રી મળી, જેનું નામ વરીના હુસેન છે.

પરંતુ ઘણા લોકો એવા છે કે જેઓ તેને ખૂબ ટ્રોલ કરે છે. વરીના હુસેનનું કહેવું છે કે તેને ટ્રોલ કરવાનું કારણ અફગાનીસ્તાનથી તેને તાલ્લુક હતો. વરીના હુસેન મૂળ અફઘાનિસ્તાનની છે અને કાબુલને તેનું ઘર માને છે.

વરીના એ તેના જિમ લુકથી લઈને ટ્રેડિશનલ લૂક સુધી દરેક લુકમાં કહેર મચાવતી હોય છે. પાવડર પિંક કલરના લેહંગા સાથેના આ ડીપ રેડ કલર બ્લાઉઝમાં તેનો લૂક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. જ્યારે શોર્ટ્સ અને ટી-શર્ટ સાથે શૂઝ પહેરીને તે ખૂબ જ કૂલ લાગી રહી છે.

વરીના માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ પગ જમાવી રહી નથી પરંતુ હવે તે ખૂબ જ જલ્દી દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાના હુનરથી તે લોકોનું દિલ જીતવા જઈ રહી છે. અહેવાલ છે કે વરીના સાઉથ ઇન્ડિયન ફિલ્મો સાઇન કરી રહી છે અને ટૂંક સમયમાં તે એક મોટા પ્રોજેક્ટની જાહેરાત પણ કરી શકે છે.

અભિનયની સાથે સાથે તે પોતાની ફેશન સેન્સ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વરીનાએ તેના જિમ લુકથી લઈને ટ્રેડિશનલ લૂક સુધી કહેર મચાવતી હોય છે. માત્ર આધુનિક ડ્રેસેજમાં જ નહીં પરંતુ સૂટ અને સાડીમાં પણ વરીનાની સ્ટાઇલ જોવા જેવી છે.

થોડા સમય પહેલા વરીનાના એરપોર્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર સામાન લઈને ફરતી જોવા મળી હતી. તેની તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી કોમેન્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક ઘણી વાર આ બધા સેલિબ્રિટીઓ ભારે ટ્રોલ થતા હોય છે.

ક્યારેક વધારે ફેશનેબલ દેખાવાના ચક્કરમાં એવા એવા કપડા પહેરી લે છે કે દર્શકો તેમને જગજાહેર ઉતારી પાડે છે. આવું જ કંઇક લવરાત્રીથી ફિલ્મોમાં ધમાકેદાર ડેબ્યુ કરનાર અભિનેત્રી વરીના હુસૈન (Warina Hussain)ની ફેશનને જોઇને જોનારા હેરાન થયા હતા. થોડાક મહિના પહેલા અભિનેત્રીએ ફેશનેબલ દેખાવા એવા કપડાના ચક્કરમાં અને ખાસ તો તેની સાથે એવા ચપ્પલ પહેરી લીધા હતા કે ટ્રોલ કરતા પ્રશંસકો બોલ્યા મફતમાં મળ્યા લાગે છે.

આ રૂપ રૂપનો અંબાર અભિનેત્રી થોડાક વર્ષો પહેલા કેડબરીની જાહેરખબરમાં જોવા મળી હતી. કહેવાય છે કે બોલીવૂડમાં વરીનાનું કોઈ ખાસ કનેક્શન નથી, પરંતુ કેડબરીની જાહેરખબરમાં રાતોરાત ચમક્યાં બાદ એને લવરાત્રી મુવી માટે બોલાવવામાં આવી હતી. જો કે આ ફિલ્મને જરાય સારો રિસ્પોન્સ મળ્યો ન હતો.

વરીનાનાં પિતા ઈરાકી છે અને માતા અફઘાનના છે. આ અભિનેત્રીએ ન્યૂ યોર્કમાં ફિલ્મ એકેડેમીમાંથી અભિનયની તાલીમ મેળવી છે. વરીના એનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. 23 ફેબ્રુઆરીએ જન્મેલી વરીનાએ 2013માં નવી દિલ્હીમાં મોડેલિંગ કેરિયરની શરૂઆત કરી હતી. હાલ તે મુંબઈ શહેરમાં સ્થાયી થઈ છે.

તમને જણાવી દઈએ કે સલ્લુ ભાઈએ અત્યાર સુધીમાં પોતાની એક્ટ્રેસ તરીકે અથવા હોમ પ્રોડક્શનનની ફિલ્મોમાં અત્યાર સુધીમાં 7 અભિનેત્રીઓને લોન્ચ કરી ચૂક્યો છે. આ અભિનેત્રીઓ છે – કેટરીના કૈફ (મૈંને પ્યાર ક્યૂં કિયા), ભૂમિકા ચાવલા (તેરે નામ – 2003), સોનાક્ષી સિંહા (દબંગ – 2010), ઝરીન ખાન (વીર – 2010), સ્નેહા ઉલ્લાલ (લકીઃ નો ટાઈમ ફોર લવ – 2005), ડેઈઝી શાહ (જય હો – 2014), હેઝલ કીચ (બોડીગાર્ડ).

ભારતીય ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ તેના ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર નથી છોડતી. ટિમ ઇન્ડિયાના આ નવા ભાભી હંમેશા તેના ડાન્સના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ધનાશ્રી વર્માનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક્ટ્રેસ વરીના હુસૈન સાથે મુન્ના બદનામ હુઆ સોન્ગ પર ડાન્સ કરતી નજરે આવ્યા હતા.

યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી અને વરીના હુસૈન ‘મુન્ના બદનામ હુઆ’ ગીત પર મસ્ત ડાન્સ કર્યો હતો. આ સાથે જ જબરદસ્ત એક્સપ્રેશન પણ આપતા જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લાઈક કરવામાં આવી છે. ડાન્સ વિડીયો સાથે ધનાશ્રી વર્માએ તેનો બીટીએસ વિડીયો પણ શેર કર્યો હતો.

Patel Meet