ભારતમાં ભણતી અફઘાની વિદ્યાર્થીની બોલી- મારી બહેન તાલિબાની સાથે…

અફઘાની સ્ત્રીઓએ તાલિબાનની સૌથી ગંદી કાળી કરતૂત દુનિયા સામે ખોલી દીધી, કાચા પોચા હૃદય વાળા ભૂલથી પણ ન વાંચે

ગુજરાતમાં મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનના લોકો રહે છે. અહીં પણ અફઘાન મહિલાઓ પોતે અને તેમના પરિવારની સુરક્ષા માટે ખુબ જ ચિંતામાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી ત્યાંના સ્થાનીય રહેવાસી ડરેલા છે તો બીજી બાજુ બીજા દેશોમાં રહેતા અફઘાની લોકો તેમના પરીવારની સલામતીને લઈને ખૂબ જ ચિંતામાં છે. ભારતમાં ઘણી માત્રામાં અફઘાની લોકો રહે છે અને આજતક મીડિયા દ્વારા તેમની મનોદશા અને અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના પરિવારની સ્થિતિ જાણવાની કોશિશ કરી.

ભારત અફઘાનિસ્તાન એક્સચેન્જ  પોગ્રામ નીચે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા માટે આવેલી અફઘાન વિદ્યાર્થીનીઓ હવે તેમના પરિવારને લઈને ખુબ જ ચિંતિત છે, તેમનું કહેવું એમ છે કે જો હવે તે પાછી અફઘાનિસ્તાન જશે તો તેમને મારી નાખવામાં આવશે કેમ કે તાલિબાન છોકરીઓના શિક્ષણને નથી માનતું.

આજતક સાથે વાત કરતી વખતે એક અફઘાની છોકરીએ જણાવ્યું કે મારી બહેન જે હોસ્પિટલમાં કામ કરે છે તેને છેલ્લા ત્રણ દિવસથી બહાર નથી નીકળવા દીધી. એવી જ રીતે એક અફઘાની છોકરી રડતા રડતા કહે છે  મારી ત્રણ બહેનો છે અને મા પણ છે, પણ મને નથી ખબર કે  હવે તેમની સાથે હવે શું થશે. મને મારી નાની બહેનો માટે ખુબ જ ચિંતા છે.

તો આ બાબતે વાત કરતા એક બીજી અફઘાન છોકરીએ કહ્યું છે કે મને મારા પરિવારની ખુબ જ ચિંતા થાય છે, તેને કહ્યું છે કે મારી ત્રણ બહેનો જે મા અને મારા પુરા પરિવાર સાથે ફસાયેલી છે.

તેને જણાવ્યું કે એને એક નાની બહેન છે એની તે 19 વર્ષની છે તે મને મસેજ કરે છે કે કદાચ તાલિબાનો અહીં આવે અને તે લોકો તેમના છોકરાઓ સાથે મારા લગ્ન કરવાની જીદ કરશે તો હું આત્મહત્યા કરી લઈશ.

તેમને અત્યારના હાલત વિશે જણાવ્યું કે હમણાં તો બધા સુરક્ષિત છે.પણ ભવિષ્યમાં શું થશે ? ખબર નથી કે કાલે શું થશે ? અમે બધા ડરેલા છે ત્યાં પહેલીવાર થયું છે અને કઈ જ ખબર નથી કે શું થશે? એક અન્ય અફઘાની વિદ્યાર્થીની કહ્યું છે કે અત્યારે તો કઈ જ સમજમાં નથી આવતું. અચાનક બધું ખતમ થઇ ગયું. પહેલા હું એમ વિચારતી હતી કે જેમ બને તેમ જલ્દી મારો કોર્ષ પૂરો કરી માસ્ટર ડિગ્રી કરવા ઇચ્છતી હતી પરંતુ હવે બધું સ્ટોપ થઇ ગયું છે કેમ કે અત્યારે સ્થિતિ બહુ જ ખતરનાખ છે, બધા એમ જ વિચારી રહ્યા  છે કે ખબર નથી હવે શું થશે, અમે બધા ડરેલા છે એ હવે આ તાલિબાન લોકો શું કરશે?

તાલિબાની તરફથી સામાન્ય લોકોને કઈ પણ ના કરવાના વાયદા માટે એક અન્ય અફઘાન યુવતીએ કહ્યું છે કે તાલિબાન પહેલા પણ તેમની વાતોથી ફરી ગયા છે પહેલા કે છે કંઈક અને પછી ફરી જાય છે. ત્રણ મહિના પહેલા તેમને કહ્યું હતું કે પહેલા અમે વાત કરીશું પછી અમે આવીશું.

અફઘાન યુવતીએ કહ્યું કે એમને તેમની જ વાતનું માન ના રાખ્યું.હાલમાં તો તો એ સામે તો કંઈ નથી કરી રહ્યા પણ અંદરથી તે લોકોને મારી રહ્યા છે અને અત્યાચાર કરી રહ્યા છે.
બીજી બાજુ અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાની મા અને બહેન ને યાદ કરતો એક વિદ્યાર્થી ભાવુક થઇ ગયો. મૂળ અફઘાનનો અજીમ મુખલિસ ભોપાલમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે અજીમે પી.એમ મોદીને અપીલ કરી છે કે તે તેમાં દખલ કરે.

આજતક જોડેની વાતચીતમાં  અજીમે જણાવ્યું કે અફઘાનીસ્તાની બગડેલી દશાની  ચિંતા સૌથી વધારે હવે ભારતમાં રહેતા એ અફઘાનીઓને સતાવા લાગી છે કે જેના મા, બહેન,ભાઈ અને સબંધીઓ હજી પણ તાલિબાનના કબ્જા નીચે રહેલ અફઘાનિસ્તાનમાં રહી રહ્યા છે.

ભોપાલમાં રહેતો અજીમ મુખલિસ એમાંથી એક છે કે જે 2004માં કાબુલથી અભ્યાસ કરવા માટે આવ્યો હતો. 2019માં ભોપાલમાં એમ.બી.એ કર્યું હતું અને મધ્ય પ્રદેશમાં માર્શલ આર્ટમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચુક્યો હતો. અજીમની મા બહેન બધા અફઘાનિસ્તાનમાં રહે છે.

અજીમ એ વાતથી ચિંતિત છે કે તેની મા અને બહેન ત્યાંથી નીકળવા માંગે છે પણ બધી ફ્લાઇટ બંદ છે. તેને જણાવ્યું કે હવે તે બિલકુલ નહિ ઈચ્છતો કે હવે એનો પરિવાર ત્યાં રહે કેમ કે ત્યાં હવે બધું જ બરબાદ થઇ ચૂક્યું છે અને ભારત સરકારને અપીલ કરી રહ્યો છે કે ભારતમાં રહીને તે લોકોની મદદ કરે.

અજીમને સૌથી વધારે ચિંતા એ વાતની થાય છે કે તેને ભારતમાં રહીને અભ્યાસ કર્યો છે અને તાલિબાનોને  ભારતમાં રહીને અભ્યાસ કરવાવાળા બિલકુલ પસંદ નથી અને તેમની ડિગ્રી પણ માન્ય રાખતા નથી એટલે આ હાલતમાં તેને પાછું અફઘાન જવાનું થાય તો પણ તેને ત્યાં નોકરી મળી શકે તેમ નથી.

Krishna Patel