ખબર

16 વર્ષની દીકરીએ માતા-પિતાને મારનાર ત્રણ આતંકવાદીને મારી નાખ્યા, વાહ દીકરી હોય તો આવી -સલામ તો બને છે આ દીકરી માટે

અફઘાનિસ્તાનમાં 16 વર્ષની દીકરી કુમાર ગુલે ત્રણ તાલિબાની આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. આ આતંકવાદીઓએ કમરગુલના માતા-પિતાને તેના ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. આ બાદ ગુલ બહાર નીકળી અને તેના પિતાની બંદૂકથી આતંકવાદીઓ પર તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે 3 આતંકવાદીઓ તો મરી ગયા હતા જયારે ઘણા આતંકવાદીઓ ઘાયલ થયા હતા.

Image source

સરકારના પ્રવક્તા મોહમ્મદ આરીફ અબરેએ જણાવ્યું હતું કે, 17 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યે 40 તાલિબાન આતંકીઓ ઘોર પ્રાંતના ગેરીવાહ ગામમાં ઘુસી ગયા હતા. આ આતંકવાદીઓ સરકારને ટેકો આપતા પરિવાર પર હુમલો કરવા માંગતો હતો. કમરગૂલના પિતાને પણ આતંકવાદીઓને મારવા માંગતા હતા. જ્યારે બનાવની રાત્રે કમર ગુલના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેની માતા પહેલા દરવાજા પાસે ગઈ હતી. હથિયારબંધ લોકોને જોતાં તેઓએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. આ બાદ આતંકીઓએ કમર ગુલની માતાને ગોળી મારતા તુરંત જ મૃત્યુ પામી હતી. આ બાદ આતંકવાદીઓએ ઘરમાં પ્રવેશ કર્યો અને કમરગુલના પિતાની શોધ શરૂ કરી. તેના પિતાને શોધી આતંકીઓએ તેની હત્યા કરી દીધી હતી.

Image source

આ બાદ આ જૂથ ગામ છોડી જઈ રહ્યું હતું ત્યારે કમર ગુલ તેના ભાઈ હબીબુલ્લા સાથે બહાર આવી હતી. કમરગૂલના હાથમાં પિતાની સલામતી માટે રાખવામાં આવેલી એકે 47 હતું. તેણે આતંકવાદીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેનાથી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા ગયા હતા.

હુમલાનો બદલો લેવા માટે ઘણા તાલિબાન તરફી આતંકવાદીઓ પાછા ફર્યા હતા. પરંતુ ગામમાં પહેલેથી જ તૈનાત સુરક્ષા દળના જવાનોએ તેમને પાછા ફરવાની ફરજ પડી હતી. અફઘાન સરકારના અધિકારીઓએ હવે કમર ગુલ અને તેના ભાઈને કોઈ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યાં કમરગૂલે જણાવ્યું હતું કે,તેના માતાપિતા સિવાય તેના અન્ય કોઈ સગા નથી. આ પછી એકે 47 સાથે કમર ગુલની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો કમર ગુલની બહાદુરીના વખાણ કરવા લાગ્યા હતા.

Image source

જણાવી દઈએ કે, તાલિબાન આતંકવાદીઓ તક મળે કે તરત અફઘાન સરકારને સમર્થન આપતા ગામો પર હુમલો કરે છે. 2001 બાદ જ્યારે યુ.એસ.એ તાલિબાનોને સત્તા પરથી દૂર કર્યા ત્યારથી હુમલાઓમાં લગભગ એક લાખ અફઘાનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે. કાબુલ સાથે શાંતિની વાટાઘાટો માટે તૈયાર થયા પછી પણ તાલિબાનના હુમલા અટક્યા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.