કોરોના પોઝિટિવ સસરાને ખભા ઉપર ઊંચકીને હોસ્પિટલ લઇ ગઈ આ વહુ, લોકોએ કહ્યું, “સલામ છે આ પુત્રવધુને”

કોરોના મહામારી દરમિયાન ઘણી એવી કહાનીઓ પણ સામે આવી છે જે જાણીને આપણું હૃદય પણ દ્રવી ઉઠે. આ મહામારી દરમિયાન ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજનોને પણ છોડી દીધા. કોરોના સંક્રમિત વ્યક્તિની પાસે પણ કોઈ જવા તૈયાર નથી હોતું ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી વહુની પ્રસંશા થઇ રહી છે જેને પોતાના કોરોના સંક્રમિત સસરાને પોતાના ખભા ઉપર ઊંચકીને હોસ્પિટલ લઇ ગઈ હતી. જેના કારણે તેમની સારવાર સમય ઉપર થઇ શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર આસામના નગાંવમાં રહેતી 24 વર્ષની નિહારિકા દાસ પોતાના 75 વર્ષીય સસરા થુલેશ્વર દાસને કોરોનાની સારવાર કરાવવા માટે પોતાના ખભે ઊંચકીને હોસ્પિટલ લઇ ગઈ હતી. તેમનો દીકરો સૂરજ નોકરી કરે છે. દીકરાની અનુપસ્થિતિમાં વહુ નિહારિકા જ પોતાના સસરાની દેખરેખ રાખે છે.

થોડા દિવસ પહેલા જયારે થુલેશ્વર કોરોના સંક્રમિત થાય તો ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવાની સલાહ આપી હતી. ઘરેથી હોસ્પિટલ થોડા જ અંતરે હતી. નિહારિકાએ સસરાને હોસ્પિટલ લઇ જવા માટે લોકોને શોધ્યા પરંતુ કોઈના ના મળવા ઉપર તેને પોતે જ આ જવાબદારી ઉઠાવી લીધી.

નિહારિકાએ પોતાના સસરાને ખભા ઉપર ઉઠાવ્યા અને હોસ્પિટલ લઇ ગઈ. પરંતુ આમ કરવાના કારણે નિહારિકા પણ કોરોના સંક્રમિત થઇ ગઈ. સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારી દ્વારા થુલેશ્વરને કોવિડ કેર સેન્ટરમાં સારવાર કરાવવા માટે કહ્યું. જયારે નિહારિકાને ઘરે જ રહીને સારવાર કરવાની સૂચના આપવામાં આવી.

પરંતુ નિહારિકા તેના સસરાને એકલા હોસ્પિટલમાં નથી છોડવા માંગતી. જેના કારણે ડોક્ટર સંગીત ઘર અને સ્વાસ્થ્યકર્મિ પિન્ટુ હીરા દ્વારા બંનેને શરૂઆતી સારવાર કરવા માટે 108માં નગાંવ ભાગેશ્વરી ફૂકનાની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોકલી આપ્યા. નિહારિકા જે રીતે પોતાના સસરાની સેવા કરી રહી છે, તેની કહાની સાંભળી અને લોકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

Niraj Patel