સાસુ અને જમાઇ વચ્ચે 22 વર્ષથી ચાલી રહ્યુ હતુ ઇલુ-ઇલુ, પતિ અને માતા વચ્ચેના સંબંધોની જાણ થતા જ દીકરીના પગ નીચેથી તો જમીન જ સરકી ગઇ

સૌથી ખરાબ કળયુગ: 22 વર્ષથી ચાલતા હવસખોર સાસુ-જમાઈના અફેરનું રહસ્ય ખૂલ્યું

ઘણીવાર આપણે એવા એવા કિસ્સા સાંભળીએ છીએ કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ઘણી એવી પ્રેમ કહાનીઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે જેમાં સંબંધો શર્મશાર થયા છે. ત્યારે એક મહિલાએ સોશિયલ મીડિયા પર એવો ચોંકાવનારો ખુલાસો કર્યો જે સાંભળી બધાના હોંશ ઉડી ગયા. આ મહિલાનો પતિ અને તેની માતા વચ્ચે ઘણા વર્ષો સંબંધો હતા અને તેને જ્યારે આની જાણ થઇ ત્યારે તેના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ મહિલા 22 વર્ષથી સાસુ અને જમાઇ એટલે કે પોતાના પતિ અને પોતાના માતાના સંબંધોથી અજાણ હતી. પણ DNA ટેસ્ટે પોલ ખોલી દીધી. ત્યારે હવે આ સામે આવ્યા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકો આ મહિલાના પતિ અને માતાની ટીકા કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ મામલો બ્રિટનનો છે. મિરર યુકેના અહેવાલ મુજબ 40 વર્ષીય મહિલાએ રેડિટ પર તેની આપવીતી વર્ણવી છે. મહિલાએ કહ્યું કે તે વર્ષો સુધી અંધારામાં રહી.

પણ જ્યારે સત્ય બહાર આવ્યું તો તેને ઘણો આઘાત લાગ્યો. તેણે જરા પણ ખાતરી નહોતી કે તેના પતિનું તેની જ માતા સાથે અફેર હશે અને એ પણ એક-બે વર્ષો કે 10 વર્ષથી નહિ પણ છેલ્લા 22 વર્ષથી. મહિલાએ તેની આપવીતી વર્ણવતા જણાવ્યું કે તેણે તેના બાળપણના પ્રેમ સાથે લગ્ન કર્યા હતા અને તે 18 વર્ષની ઉંમરે જ ગર્ભવતી થઇ ગઇ હતી.

બાદમાં તે તેના માતા-પિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. થોડા વર્ષો પછી તેને 3 વધુ બાળકો થયા. જો કે, તે પછી હવે તે ચોથા બાળકને જન્મ આપવા જઈ રહી છે. પણ જ્યારે મહિલા તેના મિત્રો સાથે ફરવા ગઇ હતી અને પછી તે ઘરે પરત આવી ત્યારે તેણે તેની માતા અને પતિને આપતિજનક હાલતમાં જોયા.

જે બાદ ડીએનએ કીટ ઘરે લાવીને તપાસ બાદ જાણવા મળ્યું કે મહિલાના પતિ અને તેની માતાને પણ જોડિયા બાળકો છે. મહિલાનું કહેવું છે કે તેના પતિએ વિશ્વાસ તોડ્યો છે અને પરિવારને બરબાદ કરી દીધો. તે કહે છે કે, મારા પતિ સાથેના મારા સંબંધો ખૂબ સારા હતા અને એટલે શંકા ક્યારેય નહોતી. જો કે, આ ઘટના સામે આવ્યા બાદથી મહિલા તેના પતિ અને માતાથી અલગ થઈ ગઈ છે.

Shah Jina