
‘ટીવી કવિન’ના નામથી ફેમસ અને ટીવીની દુનિયા બદલાવનારી ‘એકતા કપૂર’ 42 વર્ષની થઇ ચુકી છે.એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975 ના રોજ થયો હતો.નાની એવી ઉંમરમાં જ એકતા કપૂરે તે સફળતાને મેળવી લીધી જેના સપનાઓ દરેક કોઈ જોતા હોય છે.

એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ મૈનેજીંગ ડાયરેક્ટર છે અને કરોડોની સંપત્તિની માલિક છે.એકતા પોતાના પિતા જીતેન્દ્ર,માં શોભા કપૂર અને ભાઈ તુસાર કપૂર, ભત્રીજા લક્ષ્ય અને પોતાના દીકરા રાવી કપૂરની સાથે મુંબઈના પૉશ વિસ્તારમાં રહે છે.

એકતા કપૂર જે આલીશાન બંગલામાં પોતાના પરિવારની સાથે રહે છે તેનું નામ ‘કૃષ્ણા બંગલો’ છે, તેનું નામ ‘પ્રેમ મિલન’ પણ છે. આજે અમે તમને એકતા કપૂરના આલીશાન બંગલાની અમુક તસ્વીરો દેખાડીશું.

એકતા કપૂરનો બંગલો ગુલમોહર એક્સ રોડ-5,જુહુ સ્કીમ માં સ્થિત છે. એકતા કપૂરના ઘરનું ઇન્ટિરિયર ખુબ જ શાનદાર છે. બંગલામાં ગણેશજીની મૂર્તિ પણ છે.ગણેશ ચતુર્થીના મૌકા પર ઘણા કિરદારો અહીં પહોંચે છે.જણાવી દઈએ કે આ આલીશાન બંગલાની કિંમત 20 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.

દર વર્ષે એકતા કપૂર પોતાના ઘરે ગણેશજીની પૂજાનું આયોજન કરે છે.કૃષ્ણા બંગલોમાં નીતુ કપૂર અને રીમા જૈન તથા અન્ય બૉલીવુડ સ્ટાર્સ મળીને ગણેશજીની પૂજા કરે છે.

મોટાભાગે એકતા કપૂર પોતાના પરિવાર સાથેની અને પોતાના ઘરની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે.આ તસ્વીરમાં એકતા કપૂરનો ભત્રીજો બેડ પર મસ્તી કરી રહેલી દેખાઈ રહ્યો છે,બેડની પાછળ એકતા કપૂરની તસ્વીર લાગેલી છે જેને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તે એકતા કપૂરનો રૂમ છે.

આ તસ્વીરમાં દેખાઈ રહેલો રૂમ બાળકોનો છે, જ્યા લક્ષ્ય ઉભેલો દેખાઈ રહ્યો છે. આ રૂમની થીમ લીલા રંગની છે.

આ તસ્વીરમાં જિતેન્દ્રની અને તેની પત્ની શોભા કપૂર અને સ્મૃતિ ઈરાની પણ નજરમાં આવી રહ્યા છે.

આ તસ્વીરને જોઈને લાગી રહ્યું છે કે તે લિવિંગ રૂમ છે, જ્યા એક મોટી ટીવી લાગેલી દેખાઈ રહી છે.

આ તસ્વીર એકતા કપૂરના ઘરની અંદરની છે, જ્યા પૂરો પરિવાર એકસાથે દેખાઈ રહ્યો છે.

આ તસ્વીર ડાઇનિંગ એરિયાની છે, જ્યા ડાઇનિંગ ટેબલ નજરે પડે છે.

એકતા કપૂરે સાસુ-વહુની સિરિયલો દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે.તેના પ્રોડક્શનના બૈનર પર હમ પાંચ,ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી,કસૌટી ઝીંદગી કી,કહી કિસી રોઝ,કભી સૌતન કભી સહેલી,વગેરે જેવી સિરિયલો દ્વારા તેણે પોતાની ખાસ ઓળખ બનાવી હતી.આ તસ્વીરમાં એકતા કપૂર માં શોભા કપૂર સાથે દેખાઈ રહી છે.

એકતા કપૂરે માત્ર સિરિયલો માં જ નહિ પણ ફિલ્મોમાં પણ ખુબ નામના અને સફળતા મેળવી છે.એકતાની બાલાજી પ્રોડક્શનએ ડર્ટી પિક્ચર,વંસ અપોન ટાઈમ ઈન મુંબઈ,શુટ આઉટ એટ લોખંડવાલા,રાગિની એમએમએસ,ક્યાં કુલ હૈ હમ,લુટેરા વગેરે જેવી ફિલ્મો પણ બનાવી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks