પોલીસની હાજરીમાં TRB જવાને એડવોકેટ મેહુલ બોઘરાને ડંડેથી માર્યા, લોહીલુહાણ હાલત થઇ, જુઓ લાઈવ વીડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હુમલાઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં એક જાણિતા એડવોકેટ પર હુમલાની ઘટના સામે આવી છે. આ એડવોકેટ કોઇ બીજુ નહિ પણ મેહુલ બોઘરા છે. સરથાણા-લસકાણા રોડ પર BRTS પાસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મેહુલ બોધરા ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે.

ત્યારે આજે સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણા ખુલ્લા પાડવા ફેસબુક લાઈવ કરતા, જે ઉઘરાણી કરી રહ્યા હતા તે તત્વો બેફામ બન્યા હતા એડવોકેટ પર હુમલો કર્યો હતો. તેમને લાકડીના 10-12 ફટકા મારવામાં આવ્યા હતા. એડવોકેટ પર માથા પર હુમલો થતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા

અને તે પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલ તો સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.ઘટવાની પ્રાપ્ત માહિતી અનુસાર, એડવોકેટે વીડિયો મેસેજ મારફતે જણાવેલી કેફિયત અનુસાર

સવારે લસકાણા પોલીસ ચોકી પાસે એક રિક્ષા આડી કરી ત્રણ પોલીસવાળા અને ત્રણ અન્ય ઈસમો વાહનચાલકોને અટકાવી હપ્તા ઉઘરાવી રહ્યાં હતાં અને આ દરમિયાન પોતે ત્યાં જઈ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે એવું પૂછ્યુ કે, હપ્તા કેમ ઉઘરાવો છો ? તો સાદા કપડા પહેરેલા એક પુરુષે રિક્ષામાંથી દંડો કાઢી માર માર્યો અને એડવોકેટ પર હુમલો કરી દીધો. બાઈકની પાછળ દોડી દોડી તે પુરુષે વકીલને દંડા માર્યા.

આ હુમલામાં એડવોકેટને માથા અને ગરદનના ભાગે ઈજા પહોંચી હતી. તેઓ લોહીલુહાણ પણ થયા હતા. મેહુલ બોઘરા અનુસાર, સરથાણા કેનાલ રોડ પર TRB સાથે મળી કેટલાંક અસામાજિક ઈસમો વાહનચાલકો પાસે ઉઘરાવતા હોય છે, તે અંગે ભૂતકાળમાં એક જાગૃત નાગરિક અને વકીલ તરીકે મેહુલ બોઘરાએ ચેતવણી આપી હતી. તે દરમિયાન તેમનો ઝઘડો પણ થયો હતો. એડવોકેટ મેહુલ બોધરાએ કહ્યું કે, અગાઉ તેમણે એ લોકોને ખુલ્લા પાડ્યા હતા

અને ત્યારે તે લોકોએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તે લોકો એવું પણ કહી રહ્યા હતા કે, વર્દી ભલે ઉતરી જાય પણ તને નહીં છોડીએ. ત્યારે આજ રોડ જ્યારે તેઓ ફરી હપ્તો ઉઘરાવી રહ્યા હત ત્યારે જ એડવોકેટ તેનું શૂટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન એકે અચાનક જ તેમના પર હુમલો કરી દીધો. આ હુમલો પોલીસ દ્વારા કરાયો હોવાનો એડવોકેટ આક્ષેપ પણ કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022માં એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા જ સુરત પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવવામાં આવ્યા હતા. એ સમયે મેહુલ બોઘરાએ દાવો કર્યો હતો કે, સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ પાંચથી છ યુનિફોર્મ વિનાના વચેટીયાઓ હપ્તા લઈ રહ્યા છે.જે બાદ ઘણો હંગામો મચી જવા પામ્યો હતો.

Shah Jina