નાના કદના કારણે આ છોકરીનો લોકો ઉડાવતા હતા મજાક, આજે બધા જ કરે છે તેને સલામ, મળો ભારતની સૌથી નાના કદની વકીલને

24 વર્ષની હરવિન્દર કૌર ઉર્ફે રુબી હાલમાં પંજાબના જાલંધરની કોર્ટમાં વકીલ છે

દુનિયાની અંદર આપણને અલગ અલગ પ્રકારના લોકો મળી જાય છે. ઘણા લોકો ખુબ જ જાડા હોય છે તો ઘણા લોકો ખુબ જ પાતાળ, ઘણા લોકોની ઊંચાઈ ખુબ વધારે હોય છે તો ઘણા લોકોની ખુબ જ ઓછી. પરંતુ ઘણીવાર આવા લોકોને તેમની વજન અને ઊંચાઈના કારણે શરમનો પણ ભોગ બનવું પડતું હોય છે. ઘણા લોકો આવા લોકોની મજાક પણ ઉડાવતા હોય છે. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જે આવી મજાકનો જવાબ પોતાની કાબિલિયતથી આપતા હોય છે. આજે અમે તમને એવી જ એક વ્યક્તિ સાથે મલાવીશું. (Image Credit/Instagram)

અમે વાત કરી રહ્યા છે હાલમાં પંજાબની જાલંધર કોર્ટની એડવોકેટ 24 વર્ષીય હરવિન્દર કૌર ઉર્ફે રુબીની. જાલંધરના રામામંડીની રહેવાવાળી હરવિન્દરનું કદ 3 ફૂટ 11 ઇંચ છે. તે ભારતની સૌથી નાના કદની વકીલ છે.

હરવિન્દરને બાળપણથી જ પોતાના નાના કદના કારણે લોકોના મહેણાં સાંભળવા પડતા હતા. પરંતુ આજે લોકો તેના નાના કદની નહિ પરંતુ તેની સફળતાની મિસાલ આપે છે. લોકો તેને સલામ પણ કરે છે.

જોકે હરવિન્દરનું સપનું વકીલ બનવાનું નહોતું. તે તો બાળપણથી જ એર હોસ્ટેસ બનવા ઇચ્છતી હતી. પરંતુ ઊંચાઈ ઓછી હોવાના કારણે તેનું આ સપનું પૂર્ણ ના થઇ શક્યું.

આ દરમિયાન તેના પરિવારજનોએ તેની ઊંચાઈ ના વધતા ઘણા ડોક્ટરોને બતાવ્યું, દવાઓ લીધી, મેડિટેશન કરાવ્યું પરંતુ કોઈ ફાયદો ના થયો. ત્યારબાદ હરવિન્દરે એર હોસ્ટેસ બનાવાનું સપનું છોડી દીધું.

હરવિન્દર કૌર જણાવે છે કે મેં 12માની પરીક્ષા પછી આખો દિવસ મોટિવેશનલ વીડિયો જોવાનું શરૂ કર્યું. આ વીડિયોના કારણે મને હિંમત મળી. ત્યારબાદ મેં નક્કી કરી લીધું કે ભગવાને મને જેવી બનાવીને મોકલી છે તેવી જ મારે સ્વીકાર કરવો પડશે.

ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પણ મને લોકોએ ખુબ જ પ્રેમ આપ્યો. જેનાથી મને હિંમત મળવા લાગી. જો કે ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર કેટલીક ખરાબ કોમેન્ટ પણ વાંચવા મળતી હતી. પરંતુ મેં તેને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું.

હરવિન્દર આગળ જણાવે છે કે, મોહલ્લાથી લઈને સ્કૂલ સુધી તેનો ખુબ જ મજાક ઉડાવવામાં આવતો હતો, એક સમય એવો પણ આવી ગયો હતો જયારે લોકોથી હેરાન થઈને તેને પોતાની જાતને એક રૂમમાં બંધ રાખવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન ઘણીવાર તેના દિમાગમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો. પરંતુ કોલેજ ગયા બાદ તેનું જીવન ખુબ જ બદલાઈ ગયું. તે પોતાના વિશે ખુબ જ હકારાત્મક વિચારવા લાગી ગઈ.

12માં ધોરણના આભ્યાસ બાદ તેને કાનૂનના ફિલ્ડમાં પોતાની એક અલગ ઓળખ બનાવવાનું નક્કી કર્યું. લૉનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હરવિન્દર વકીલ બની ગઈ અને હવે તેનું સપનું જજ બનવાનું છે.

હરવિન્દર કૌર કહે છે કે જ્યારે તે બહાર જાય છે ત્યારે લોકોને નથી ખબર હોતી અને તે તેને બાળકીની જેમ ટ્રીટ કરવા લાગી જાય છે. એકવાર તો કોર્ટ રૂમમાં રદારે વકીલોને એમ પણ કહી દીધું હતું કે કોર્ટમાં વકીલનો ડ્રેસ પહેરાવી અને બાળકીને કેમ લઈને આવ્યા છો ? ત્યારે મારા વકીલ સાથીઓએ જણાવ્યું હતું કે તે એડવોકેટ છે. ઘનવર તો એવું પણ થાય છે કે લોકો મને બાળકી સમજીને ટોફી અને ચોકલેટ પણ આપીને ચાલ્યા જાય છે.

હરવિન્દરના પિતા શમશેર સિંહ ફિલ્લોર ટ્રાફિક પોલીસમાં ASI છે અને તેની માતા સુખદીપ કૌર એક હાઉસવાઈફ છે. હરવિન્દરે ગયા વર્ષે જ પોતાના LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ 23 નવેમ્બર 2020ના રોજ તેને “બાર કાઉન્સિલ ઓફ પંજાબ એન્ડ હરિયાણા” દ્વારા લાઇસેંસ અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ સોંપવામાં આવ્યું.

હરવિન્દર હાલમાં જાલંધર કોર્ટમાં ક્રિમિનલ કેસ હેન્ડલ કરવાની સાથે જ જ્યુડિશિયલ સર્વિસની પણ તૈયારી કરી રહી છે.

Niraj Patel