આ 4 વર્ષનો છોકરો દર મહિને છાપે છે લાખો
આજે મોટાભાગના લોકોની પ્રથમ જરૂરિયાત પૈસા બની ગઈ છે, તેના માટે જ દરેક માણસ તનતોડ મહેનત કરે છે. છતાં પણ જેટલું ઈચ્છે તેટલું તે કમાઈ શકતો નથી. ઘણીવાર ટેલેન્ટ હોવા છતાં પણ પોતાના ટેલેન્ટને ખોટી દિશામાં વેડફી દેવો પડતો હોય છે. તો ઘણા લોકોના ટેલેન્ટની કદર થાય છે અને તેમની કિસ્મત પણ બદલાઈ જાય છે.

એવું જ એક ચાર વર્ષનું બાળક જેને પોતાની કલાકારીથી આખી દુનિયાને હેરાન કરી દીધી. આ બાળક છે મૂળ પુણે અને હાલમાં કેનેડામાં રહેવા વાળું. અદ્વૈત કોલાર્કનામના આ બાળકની કલાકારીએ દુનિયાના મોટા મોટા કલાકારોને પાછળ છોડી દીધા. અદ્વૈત 2016થી કેનેડામાં રહેવા માટે ચાલ્યો ગયો અને કેનેડાના ઇતિહાસમાં તે સૌથી નાનો આર્ટિસ બની ગયો.

4 વર્ષના આ બાળ કલાકરે પોતાના હુનરથી અંતરિક્ષની અદભુત દુનિયાને બ્રશના સહારે પોતાના કાગળ ઉપર ઉતારી. તેના માટે તેને કોઈની પણ મદદની જરૂર નથી પડતી. અદ્વૈતને પેઇન્ટિંગમાં ગલેકેસી, ડાયનાસોર અને ડ્રેગન બનાવવામાં ખુબ જ દિલચસ્પી છે

હાલમાં જ કેનેડા સેન્ટ આર્ટ સેન્ટરમાં અદ્વૈતના પઈંટિંગનું પ્રદર્શન થયું. તેની પેઇન્ટિંગ હવે એક લાખ કરતા પણ વધારે રૂપિયામાં વેચાઈ રહી છે. ગયા મહિને આ પેઇન્ટિંગ ન્યુયોર્કના આર્ટ એક્સ્પોમાં બતાવવામાં આવી હતી. જ્યાં અદ્વૈતની એક પેઇન્ટિંગ 1 લાખ 30 હજાર રૂપિયામાં વેચાઈ હતી.

અદ્વૈતની મા શ્રુતિ કોલાર્કરનું કહેવું છે કે જયારે અદ્વૈત એક વર્ષનો હતો ત્યારથી જ તેને પોતાના હાથમાં બ્રશ પકડી લીધું હતું. તે બ્રશ અને રંગો દ્વારા કંઈકને કંઈક બનાવતો રહેતો હતો. ધીમે ધીમે તેને તેમાં મહારથ મેળવી લીધી.

પેઇન્ટિંગ બનાવવા દરમિયાન તે માત્ર રંગોથી જ રમતો નહોતો, પરંતુ તેનામાં રંગોને સાચી રીતે ભરવાની પણ સમજ હતી. અદ્વૈતની મા શ્રુતિ એક વ્યવસાયિક ચિત્રકાર છે. અદ્વૈતની આ કલાકારી તેને 4 વર્ષની ઉંમરે જ લાખોનો કમાણી કરતો બનાવી દીધો છે.