હપ્તાખોરો સામે લડાઈ લડનાર વકીલ મેહુલ બોઘરા પર લેવાઈ ગયું મોટું એક્શન, સુરતના પોલીસ સ્ટેશનમાં….

સુરતમાં ગઈકાલે જે વ્યક્તિ પર હુમલો કરવાનો વીડિયો સામે આવ્યો હતો તે પીડિત યુવક એડવોકેટ મેહુલ બોઘરા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સાઈડમાં ઉભી હતી અને તેની જ હાજરીમાં વકીલને માર મારતો વીડિયો સામે આવ્યો હતો. આ મારામારીની ઘટના બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે એડવોકેટના સમર્થનમાં યુવાનોના પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા છે.

મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા છે. પોલીસે ફરિયાદ ન લેતા સમર્થકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આ જીવલેણ હુમલા પર આખરે મોડી રાત્રે મેહુલ બોઘરાની કલમ 307 હેઠળ ફરીયાદ નોંધવામાં આવી. હુમલા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા વકીલ મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, આ લોકો અવાર નવાર કેનાલ રોડ પર ઓટો રિક્ષામાં હપ્તા ઉઘરાણી કરતા હતા તેથી મેં તેમને કહ્યું હતું કે, આ હપ્તા ઉઘરાણા કરો છો તે હવે બંધ કરી દો. જેને લઇને તેમણે મને વોર્નિંગ આપી હતી અમને બીજી વખત દેખાડ્યો તો મારી નોકરી ભલે ચાલી જાય, વરદી ભલે ઉતરી જાય, તને પતાવી દઇશું.

ત્યારે ફરી ત્યાં ગયો ત્યારે હું તૈયારીમાં જ હતો, તે લોકો પણ તૈયારમાં હતા. મારા પર ડંડો વડે હુમલો કરવામાં આવ્યો. તેમની રિક્ષામાં હથિયારો રાખેલા જ હતી. 3 પોલીસવાળા અને 3 અન્ય ઇસમો હતો, હું ત્યા ગયો ત્યારે ઉપરા છપરી મને દંડાના ઘા મારવાના શરૂ કરી દીધા. આ બાબતે વકીલે આજે જ FB પર પોસ્ટ કરી હતી જે નીચે મુજબ છે:

આ પોલીસના નવાબી આરોપી સાજન ભરવાડ તેમજ અન્ય આરોપીઓને AC રૂમમાં સાચવી રાખેલા હતા. ત્યારબાદ લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિરોધ કરતા આ પોલીસના નવાબી આરોપીઓને પી. આઈ. ગુર્જર એ પોલીસ લોકઅપમાં બેસાડ્યા.

Image source khabarchhe

મારુ લાઈવ ચાલુ હતું અને હુમલો થયા બાદ તુરંત જ સરથાણા પોલીસ સ્ટેશન ચાલુ લાઈવમાં ગયેલ અને ત્યાં ફરિયાદ આપેલા ને ત્યારબાદ સ્વિમેર હોસ્પિટલમાં એડમિટ થયેલ છે તે દરમિયાન આ બેઈમાનો ભ્રષ્ટાચારીઓને હપ્તાખોરિયો જે લાઈવમાં યુનિફોર્મ વગર દેખાય છે હપ્તા લેતા દેખાઈ છે એ લોકો યુનિફોર્મ પહેરી પોતાના કપડા જાતે જ ફાડી નાખી અને સરથાણા પોલીસ સ્ટેશન જાય છે અને મારી સામે એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ દાખલ કરે છે..

દેખીતી રીતે જ જે ફરિયાદ ખોટી બનાવટી દેખાય છે એ એટ્રોસિટીની ફરિયાદ સીધી જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આ છે બેઈમાનોની જમાત નું મહાન કાર્ય.. સરથાણા ના પીઆઇ ગુર્જર ને મારે જણાવવાનું કે મેહુલ બોઘરા ને ખંડણીની બેઈમાની આવકની જરૂર નથી. બેઈમાની ની આવકની જરૂર દારૂના અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી એની મહાનતા વધે છે.

YC