જેના વકીલ પર ડંડા વાળી થઇ તે વકીલ મેહુલ બોઘરા પર ખંડણીની ફરિયાદ નોંધાઈ, જાણો શું છે મામલો

ગઈકાલે સુરતમાં TRB જવાને એડવોકેટ મેહુલ બોધરા પર જીવલેણ હુમલો કર્યો તેના પ્રત્યાઘાતો પડ્યા છે. મેહુલ બોધરા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ સરથાણા પોલીસ મથકનો ઘેરાવ કર્યો. અને લોકોએ ઘટનાને વખોડી. વકીલો, સમાજના આગેવાનોએ સરથાણા પોલીસ મથક બહાર ઘેરાવ કરી દેખાવ કર્યા. TRB જવાન સામે કડક કાર્યવાહી સાથે સમગ્ર ઘટનાની તપાસ કરાવવાની માંગ કરી.

તમને જણાવી દઈએ કે સુરતના લસકાણા ખાતે પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી હપ્તો વસૂલ કરવામાં આવી રહ્યો હતો. એડવોકેટ મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરી તેનો વીડિયો ઉતાર્યો. આ વાત TRB જવાનને ન પસંદ આવતા જ તેણે આવેશમાં આવી મેહુલ પર લાકડીના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલ બોઘરા ગંભીર રીતે ઘવાયો હતો અને લોહીલુહાણ થઇ ગયેલો હતો. તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતો. આ હુમલાની આખી ઘટના ફેસબુક પર લાઈવ થઈ ગઈ હતી.

ઈજાગ્રસ્ત વકીલે જણાવ્યું હતું કે તેમને કેટલાક સમયથી ઉઘરાણી કરાતા હોવાની ફરિયાદ મળી રહી હતી. જેથી આજે સવારે તે કેનાલ રોડ પર પહોંચ્યા હતો, જ્યાં રિક્ષામાં દંડા રાખીને ઉઘરાણી કરવામાં આવી રહી હતી. જ્યાં ત્રણ પોલીસકર્મીઓ અને અન્ય ત્રણ શખસો હાજર હતા. અચાનક જ કેટલાક શખસો લાકડીઓ લઈને તેના પર તૂટી પડ્યા હતા. ટ્રાફિક સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો. કેમકે મેં તેમને હપ્તા ઉઘરાણી બંધ કરવા એક મહિના પહેલા જ ચેતવણી આપી હતી. ત્યારે તેમણે મને પતાવી દેવાની ધમકી આપી હતી. ૩ કલાક પહેલા એડવોકેટે મેહુલે FB માં પોસ્ટ કરી હતી જે નીચે મુજબ છે:

આ પોલીસના નવાબી આરોપી સાજન ભરવાડ તેમજ અન્ય આરોપીઓને AC રૂમમાં સાચવી રાખેલા હતા. ત્યારબાદ લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિરોધ કરતા આ પોલીસના નવાબી આરોપીઓને પી. આઈ. ગુર્જર એ પોલીસ લોકઅપમાં બેસાડ્યા. મારુ લાઈવ ચાલુ હતું અને હુમલો થયા બાદ તુરંત જ સરથાણા પોલીસ સ્ટેશન ચાલુ લાઈવમાં ગયેલ અને ત્યાં ફરિયાદ આપેલા ને ત્યારબાદ સ્વિમેર હોસ્પિટલમાં એડમિટ થયેલ છે તે દરમિયાન આ બેઈમાનો ભ્રષ્ટાચારીઓને હપ્તાખોરિયો જે લાઈવમાં યુનિફોર્મ વગર દેખાય છે હપ્તા લેતા દેખાઈ છે

એ લોકો યુનિફોર્મ પહેરી પોતાના કપડા જાતે જ ફાડી નાખી અને સરથાણા પોલીસ સ્ટેશન જાય છે અને મારી સામે એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ દાખલ કરે છે.. દેખીતી રીતે જ જે ફરિયાદ ખોટી બનાવટી દેખાય છે એ એટ્રોસિટીની ફરિયાદ સીધી જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આ છે બેઈમાનોની જમાત નું મહાન કાર્ય..

સરથાણા ના પીઆઇ ગુર્જર ને મારે જણાવવાનું કે મેહુલ બોઘરા ને ખંડણીની બેઈમાની આવકની જરૂર નથી. બેઈમાની ની આવકની જરૂર દારૂના અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી એની મહાનતા વધે છે.

YC