ખબર

શું કોરોના વિરુદ્ધ જંગમાં હસવાનો સમય આવી ગયો છે? જાણો શું કીધું ઓક્સફોર્ડના ટોપ વૈજ્ઞાનિકે

એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. કોરોનાની મહામારી વચ્ચે એક સારી ખબર આવી છે. કોરોના માટે ઓક્સફોર્ડ યુનિવર્સીટી સાથે મળીને વેક્સીન બનાવી રહેલા એસ્ટ્રાજેકાને લઈને કહ્યું હતું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન ટ્રાયલ દરમિયાન 90 ટકા સફળ પામી છે. અમે ટ્રાયલ દરમિયાન પહેલા વેક્સિનનો અડધો ડોઝ આપવામાં આવ્યો છે. આ બાદ એક મહિના બાદ વેક્સીનનો ફૂલ ડોઝ આપ્યો હતો.

Image source

ઇન્ડિયા ટુડે ટીવીના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈએ આ મુદ્દે ઓક્સફર્ડ યુનિવર્સિટી વેક્સીનલોજિસ્ટ એડ્રિયન હિલ સાથે વિગતવાર વાત કરી. એડ્રિયન હિલ ઓફ્સફોર્ડ યુનિવર્સિટીમાં હ્યુમન જિનેટિક્સના પ્રોફેસર છે.

Image source

એડ્રિયન હિલએ રાજદીપ સરદેસાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે આપણે હસી શકીએ છીએ. અમે ટ્રાયલ દરમિયાન જે લોકોને વેક્સીન આપી હતી તેને હજુ સુધી હોસ્પિટલ જવાની જરૂરત નથી પડી. આ માટે અમે વન ડોઝ ઉપાય કર્યો છે. તેમાં પ્રથમ રસીનો અડધો ડોઝ આપવામાં આવે છે. લગભગ એક મહિના પછી સંપૂર્ણ ડોઝ આપવામાં આવે છે. એક મહિનાના અંતરાલમાં રસીના રૂપમાં બે આખા ડોઝ આપવામાં આવ્યા છે. આ વેક્સીનનો ફાયદો એ થશે કે આપણે વધુ લોકોને રસી આપી શકીએ મને લાગે છે કે તે ખરેખર એક સારા સમાચાર છે કે આ સમયે વિશ્વમાં ત્રણ અસરકારક રસીઓ છે. તેમાં એસ્ટ્રાજેન્કા ઉપરાંત મોડર્ના અને ફાઇઝરની રસી પણ શામેલ છે.

Image source

આ સાથે જ જણાવ્યું હતું કે, તમારે રસીને ફ્રિજ તાપમાન, પર રાખવાની જરૂરત પડશે. તો ઘણી વાર ડીપ ફ્રિજ પર રાખવાની જરૂર છે. કોરોનાની વેક્સીનની કિંમત શું હશે તે અંગે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કિંમત 3 ડોલર પ્રતિ વેક્સીન છે.

Image source

વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકો આપતકાલીન સ્થિતિમાં ઉપયોગ માટે જલ્દી જ પરમિશન માંગીશું. ઓક્સફોર્ડ ભારતમાં તેના પાર્ટનર સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સાથે કામ કરી રહી છે. અમે જલદી જ આગળ વધવા માંગશું. જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું અમારું લક્ષ્ય છે.

આ વેક્સીન બનાવવા માટે 270 લોકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આ સિવાય બ્રિટનમાં 19 જગ્યા પર ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. તો બ્રાઝિલમાં 10 હજાર લોકોને વેક્સીન આપી છે. દક્ષિણ આફ્રિકામાં આ ટ્રાયલ ચાલી રહી છે. અમેરિકામાં 10 હજાર લોકોને વેક્સીન આપવામાં આવી છે.