પટેલ પરિવારે વિધવા પુત્રવધૂને પરણાવવા માટે 35 વર્ષનો યુવક દત્તક લીધો, વિધવા પુત્રવધુના સાસુ-સસરાએ વહુના પુનર્લગ્ન કરાવીને ખુબ જ પુણ્યનું કામ કર્યું

કચ્છમાં જુવાન દીકરાનું મૃત્યુ થતા વિધવા વહુને પરણાવવા પટેલ પરિવારે 35 વર્ષના યુવકને દત્તક લીધો, આ લગ્ને સૌને ચોંકાવી દીધા

ઘણીવાર તમે સાંભળ્યુ હશે કે કોઇ સાસુ-સસરા દ્વારા જુવાનજોધ દીકરાના મોત બાદ વિધવા પુત્રવધૂના પુનર્લગ્ન કરાવવામાં આવે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પટેલ પરિવારમાં જુવાનજોધ દીકરાનું અકાળે અવસાન થતાં વિધવા પુત્રવધુ અને બે પૌત્રો સાથે સાસુ-સસરાની એવી માયા બંધાઈ કે તેઓ જુદા ન થઈ શક્યા. ત્યારે સાસુ-સસરાએ ઐતિહાસિક નિર્ણય લીધો. 35 વર્ષના યુવકને દીકરા તરીકે દત્તક લઇ વિધવા પુત્રવધુના સાસુ-સસરાએ તેની સાથે વહુના પુનર્લગ્ન કરાવ્યા. જે બાદ હવે આખો પરિવાર એક છત નીચે જ આનંદથી જીવન વિતાવી રહ્યો છે. એક યોગીની જેમ દત્તક દીકરાએ પણ પોતાનાં સગાં મા-બાપને ત્યાગી નવો સંસાર માંડ્યો. કચ્છના માંડવીના વરજડી ગામનો આ કિસ્સો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

સચિન અને મિત્તલ બંને પુત્રો સાથે

જે હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. કડવા પાટીદાર ઈશ્વરભાઈ ભીમાણી જે વરજડી ગામમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની માલતીબેન, પુત્ર સચિન, પુત્રવધૂ મિત્તલ અને બે પૌત્ર ધ્યાન અને અંશ હતાં. સચિનને ખેતી અને ગૌશાળામાં રસ હતો. સપ્ટેમ્બર-2021માં તે પોતાના ઘર આગળ બનાવવામાં આવેલા તબેલામાં ઇલેક્ટ્રિક મશીનથી ગાયો દોહતો હતો ત્યારે જ વીજ-કરંટ લાગતાં તેનું મોત નિપજયુ હતું. જે બાદ તો પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. ત્યારે ઈશ્વરભાઈએ વિધવા પુત્રવધૂ મિત્તલના ફરી લગ્ન કરાવવાનો નિર્ણય લીધો અને મિત્તલને પોતાના બંને પુત્રોને પણ સાથે લઈ જવાનું કહ્યું, ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસકો લાગ્યો.

સાસુ-સસરા પુત્રવધૂ મિત્તલ અને પૌત્રો સાથે લાગણીના સંબંધો બંધાઈ ગયાં હતાં, આ સંબંધ તેમનાથી છૂટતો નહોતો. તેમણે દીકરી જેવી વહુ ઘરે જ રહે એવું નક્કી કર્યું. જે બાદ ઈશ્વરભાઈએ સાબરકાંઠાના વડાલી કંપા ગામે રહેતા 35 વર્ષના યોગેશ છાભૈયાને પુત્ર તરીકે દત્તક લીધો અને તેના લગ્ન વિધવા પુત્રવધૂ સાથે કરાવ્યા. ઈશ્વરભાઈએ કહ્યુ, ‘પરિવારમાં સચિન મોટો હતો. તેને બે બહેનો હતી, જાગૃતિ અને કોમલ. તેઓ ખેતીનો વ્યવસાય કરે છે અને કોન્ટ્રેક્ટરનું પણ કામ કરતા. તેમને આ માટે બહારગામ પણ પહેલા રહેવું પડતું હતું. તેમણે વિચાર્યું કે જ્યારે પૌત્ર આવશે ત્યારે બહારગામના કામ છોડીને હું ઘરે જ રહીશ અને ખેતીવાડી સંભાળીશ.

સચિનને ખેતીમાં રસ હતો. તેને શાકભાજી અને ફ્રૂટની દુકાન પણ હતી. તેને ગાયો પાળવાનો પણ શોખ હતો. તેણે પાંચ વર્ષથી તબેલો બનાવી ગાયો રાખી હતી અને દૂધનો વેપાર પણ કરતો. એક દિવસ જ્યારે ઇશ્વરભાઇ પત્ની, સચિન અને તેની પત્ની ચારેય તબેલામાં સાથે હતાં ત્યારે જ સચિનને કરંટ લાગ્યો અને તેનું મોત નિપજયુ હતુ. જે બાદ દીકરાના નિધન પછી તેમને અમને થયું કે પૌત્રને બધા જતા રહેશે તો તેમનું ઘર ખાલી થઈ જશે. પૌત્રો સાથે તેમને પહેલાથી જ સારો એવો લગાવ હતો. જે બાદ તેમના સાઢુભાઈએ એક રસ્તો બતાવ્યો અને તે રસ્તાને આધારે તેમણે એક પુત્ર દત્તક લઈને પુત્રવધૂના લગ્ન કરાવવાનું વિચાર્યું.

પછી શાળાના આચાર્ય તથા અન્ય સંબંધીઓને પણ વાત કરી ત્યાં યોગેશ છાભૈયા સાથે મુલાકાત થઈ. યોગેશ મારા સચિન જેવો જ છે. યોગેશ કહે છે કે તમને કે મિત્તલને કોઈને ઓછું આવવા નહીં દઉં અને તમારાં સપનાં હું પૂરાં કરીશ. પુત્રવધુ મિત્તલે બાળકોને મૂકીને જવાની ના પડી. મિત્તલે કહ્યું હતું કે ‘મારી તો અહીંથી જવાની ઈચ્છા જ નથી, પણ જો જઈશ તો બંને દીકરાને લઈને જ જઈશ. તેના પપ્પા મૂકીને ગયા છે, હું મૂકીને જઈશ નહીં.’ ઈશ્વરભાઈએ કહ્યું, અમારે દીકરો તો જોઈશે જ. ગમે તે કરો.”જે પછી તેમના સાઢુભાઇએ રસ્તો બતાવ્યો અને તેમણે દીકરો દત્તક લેવાનું નક્કી કર્યુ.

જોકે, તેમણે આ પહેલા મિત્તલના પરિવાર સાથે વાત કરી અને તેઓ માની પણ ગયા. મૂળ કચ્છના આણંદસર ગામના અને હાલ સાબરકાંઠાના વડાલી ગામે રામજિયાની નામનું ફાર્મ ધરાવતા ઇશ્વરભાઇ છાભૈયાના પરિવાર સાથે સંપર્ક થયો અને છાભૈયા પરિવારના 35 વર્ષીય પુત્ર યોગેશ સાથે આ વિશે વાત કરી. તેને એવું કહ્યુ કે, તારે સન્યાસીની જેમ બધું મૂકીને અહીં આવવું પડશે. અહીં આવ્યા પછી પણ ઘણી જવાબદારી છે. જોકે, યોગેશ બધું સ્વીકારવા તૈયાર થયો અને પછી પુત્રવધુના ધામધૂમથી લગ્ન કરાવ્યા.

સમાજના આગેવાઓને તો આ બાબતે એવું કહેતા કે આપણા સમાજના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી ને તમે ગાંડા જેવી વાહિયાત વાતો કરો છો. આવું શક્ય નથી. શાંતિથી ઘરે બેસી જાઓ. પરંતુ ઇશ્વરભાઇ અને તેમની પત્ની માલતીબેને યોગેશને દત્તક લઇ સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડ્યુ. મિત્તલ તો એવું કહેતી કે તે સાસુ-સસરાની સેવા કરશે અને દીકરા તો 10-12 વર્ષમાં મોટા થઈ જશે. જો કે, તેને સમજાવી કે આ રીતે જીદ ન કર, તારી ઉંમર નથી. બહુ લાંબો સમય કાઢવાનો છે. જે બાદ ઘણો વિચાર કર્યા પછી તેણે હા પાડી.બા

Shah Jina