મનોરંજન

Miss Universe : ભારતની એડલિન કેસલીનોના માથા પર ના સજ્યો મિસ યુનિવર્સનો તાજ, તો પણ આમ જીત્યુ કરોડો લોકોનું દિલ

આ વર્ષે ફલોરિડમાં 69માં Miss Universe 2021 માં ભારતનું પ્રતિનિધિત્વ એડલિન કેસલીનોએ કર્યુ. એડલિન 22 વર્ષની મોડલ છે અને કેટલીક બ્યુટી પેંજેંટ્સનો પણ હિસ્સો રહી છે. સાથે જ તેણે કેટલાક કોન્ટેસ્ટ પણ જીત્યા છે.

તમને જણાવી દઇએ કે, 69માં મિસ યુનિવર્સનુ રિઝલ્ટ આવી ચૂક્યુ છે. ભારતની એડલિન કેસલીનો જીતી શકી નથી. પરંતુ જો તે આ જીતતી તો આવું કરનાર તે ભારતની ત્રીજી મહિલા બનતી. ભારતમાં વર્ષ 1994માં અભિનેત્રી સુસ્મિતા સેને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો અને વર્ષ 2000માં અભિનેત્રી લારા દત્તાએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

મેક્સિકોની એંડ્રિયા મેજાના માથા પર મિસ યુનિવર્સનો તાજ સજી ગયો છે. ત્યાં જ ભારતની એડલિન કેસલીનો ટોપ ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. એંડ્રિયા આ પહેલા મિસ મેક્સિકોનો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Andrea Meza (@andreamezamx)

મિસ મેક્સિકો રહી ચૂકેલી એંડ્રિયા મેજાએ 73 દેશોની ખૂબસુરત પ્રતિનિધિઓને પાછળ છોડીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ટોપ પાંચમાં મિસ ઇંડિયા, મિસ બ્રાઝિલ, મિસ પેરૂ અને મિસ ડેમિનિકન રિપબ્લિક રહી.

 

View this post on Instagram

 

A post shared by MISSUUPDATES (@missuupdates)

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ કોન્ટેસ્ટ થઇ શક્યો ન હતો. વર્ષ 2019માં સાઉથ આફ્રિકાની જોજિબિની તુંજી આ ખિતાબ જીતનારી પહેલી અશ્વેત મહિલા બની હતી.

એડલિન કેસલીનોએ ખૂબ જ શાનદાર રીતે Liva Miss Diva 2020 કોન્ટેસ્ટ જીતી તાજ પોતાના નામે કર્યો હતો. હવે મિસ યુનિવર્સમાં પણ તેણે જોરદાર પ્રદર્શ કર્યુ અને તેણે ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

તમને જણાવી દઇએ કે, એડલિન કેસલીનો ખેડૂતોની આજીવિકા માટે કામ કરનારી કલ્યાણકારી સંગઠન “વિકાસ સહયોગ પ્રતિષ્ઠાન” સાથે કામ કરે છે અને પીસીઓએસની ઇંડિયા કેંપનનો ચહેરો પણ છે.

એડલિન કેસલીનોએ મિસ યુનિવર્સના રનવે પર અલગ અલગ કપડા પહેરી લોકોને ઘણા ઇંપ્રેસ કર્યા હતા પરંતુ તેનો ઇંડિયન સાડી લુક લોકોને ઘણો જ પસંદ આવ્યો હતો. તે તેમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

એડલિન કેસલીનોનો જન્મ કુવૈતમાં થયો હતો. પરંતુ 15 વર્ષની ઉંમરમાં તે ભારત આવીને મુંબઇમાં વસી ગઇ. એડલિન કેસલીનોનો પરિવાર કર્ણાટકના ઉદયવરાથી છે અને તે એક ખેડૂત પરિવારથી આવે છે.

 

View this post on Instagram

 

A post shared by MISSUUPDATES (@missuupdates)