મનોરંજન

જે ફિલ્મ નસીર અને ઈરફાનના કરી શક્યા તે કામ કરી સ્ટાર બની ગયા આદિત્ય શ્રીવાસ્તવ

આ છે CID ઈંન્સ્પેક્ટર અભિજીતની કહાની

જ્યારે એસીપી પ્રદ્યુમ્ને ‘કુછ તો ગરબડ હૈ’ દયા!’ એમ કહીને બીજી તરફ જોતા દયા સાથે એક શખ્સ ઉભો હતો.તે હતો સિનિયર ઇન્સ્પક્ટર અભિજીત આ ઐતિહાસિક ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. ‘સીઆઈડી’ તેમનું સર્વશ્રેષ્ઠ નહીં પણ સૌથી લોકપ્રિય કામ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditya Srivastava (@adityasrivastava22official) on

21 જુલાઈ 1968 ના રોજ અલ્હાબાદમાં જન્મેલા આદિત્યએ કોલેજમાં હતો ત્યારે જ નાટકો કરવાનું શરૂ કર્યું. અભિનયની મજાને જ કરિયર તરીકે પસંદ કર્યું હતું. આ બાદ તે 1989માં દિલ્લી શિફ્ટ થઇ ગયો હતો. જયારે શેખર કપૂરે પહેલીવાર જોયો ત્યારે શેખર તે સમયે ફુલનદેવી બેસ્ડ ફિલ્મ બેડિંગ કવિન પર કામ કરી રહ્યો હતો. આ ફિલ્મ કાસ્ટિંગનું કામ ટીંગાન્શુ ધુલીયા જોઈ રહ્યા હતા. આ ફિલ્મથી આદિત્યની ફિલ્મી કરિયરની શરૂઆત થઇ હતી. આ બાદ તે ગોવિંદ નિહલાનીની સંશોધન અને હજાર ચૌરાસી કી માં જેવી ફિલ્મોમાં નાના રોલ કરીને નજરે આવ્યા હતા. પરંતુ તેની કરિયરની આગળ વધારવામાં સાબિત થઇ હોય તો તે રામ ગોપાલ વર્માની કલ્ટ ‘સત્યા’

 

View this post on Instagram

 

A post shared by Aditya Srivastava (@adityasrivastava22official) on

‘સત્યા’ ફિલ્મમાં આદિત્યને જોયા બાદ બી.પી.સિંહએ તેના શરૂ થતા ટીવી શો સીઆઇડીમાં કામ કરવા માતોફર કર્યું હતું. આદિત્યએ તે સમયે કહ્યું હતું કે, તેકોઈ રેગ્યુલર ટીવી શોમાં કામ ના કરી શકે કારણકે તે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. આ બાદ 26 એપિસોડની ડીલ સાઈન કરવામાં આવી હતી. જેના કારણે આદિત્યને તેની અનુકૂળતા મુજબ સેટ પર આવવા-જવાની પરવાનગી મળી ગઈ હતી. આદિત્ય તે સમયે તે ફિલ્મ પાંચનું શૂટિંગ કરી રહ્યો હતો. આદિત્ય પહેલીવાર સીઆઈડીનાં 39માં એપિસોડમાં જોવા મળ્યો હતો. સીઆઈડીમાં ત ઇન્સ્પેકટર અભિજીતના રોલમાં શામેલ હતો. આ બાદ તે છેલ્લા 18 વર્ષથી રોલ નિભાવતો હતો. આદિત્ય ફિલ્મની સાથે-સાથે સીઆઈડીમાં પણ કામ કરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aditya Srivastava (@adityasrivastava22official) on

આદિત્યએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્ય છેલ્લે ઋતિક રોશન સાથે આનંદકુમારની બાયોપિક ‘સુપર30’ માં નજરે આવ્યા હતા. આ ફિલ્મમાં તેની ભૂમિકા કોચિંગ સેન્ટર્સ ચલાવતા લલ્લાન નામના વ્યક્તિની હતી. તે જ કેન્દ્રમાં ઋતિકનું પાત્ર બાળકોને ભણાવે છે. 2018માં તેનો ટીવી શો ‘સીઆઈડી’ પણ 20 વર્ષથી વધુ સમય ચાલ્યા પછી બંધ થયો. ‘સીઆઈડી’ દ્વારા પ્રેરિત ‘સીઆઈએફ’ નામનો એક શો બનાવવામાં આવ્યો. તેમાં આદિત્ય ઈન્સ્પેક્ટર અશફાક અલી ખાન નામનું પાત્ર ભજવશે. આગામી દિવસોમાં, તે નવાઝુદ્દીન સિદ્દીકી-રાધિકા આપ્ટે અભિનીત ફિલ્મ ‘રાત અકેલી હૈ’ માં જોવા મળશે.