મશહૂર એક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત ! ઘરના બાથરૂમમાંથી મળી લાશ- અંદરની વિગત વાંચશો તો ધ્રુજવા લાગશો

મિત્રો સાથે રાત્રે વીતી આદિત્ય સિંહ રાજપૂતનું શામ, અંદરની વિગત વાંચશો તો ધ્રુજવા લાગશો

Aditya Singh Rajput Death : ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ એક્ટર આદિત્ય સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યો. તેના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. તે 32 વર્ષનો હતો. સોમવારે 22 મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ બહાર આવશે.

આદિત્યની બોડી મળી આવતા તેનો મિત્ર અને બિલ્ડિંગનો ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આદિત્ય સિંહ રાજપૂત દિલ્હીનો રહેવાસી હતો. તે ઘણા વર્ષોથી મુંબઈના અંધેરીમાં લશ્કરિયા હાઈટ્સ નામની બિલ્ડિંગમાં તેના રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. તેણે 17 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે મૈંને ગાંધી કો નહીં મારા અને ક્રાંતિવીર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આદિત્ય 300થી વધુ એડ વીડિયોમાં જોવા મળ્યો હતો. તે રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસને શરૂઆતમાં આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી. મિત્રો અને ચોકીદારની મદદથી જ પહેલા મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ મહાનગરપાલિકાના જોગેશ્વરી ખાતેના ટ્રોમા કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. આ પછી પોલીસને આ મામલાની જાણ થઈ.

પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આદિત્ય બીમાર હતો. પોલીસે કહ્યું કે આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાથી થયું હોઈ શકે છે. જો કે તેણે આ પહેલાની રાત્રે જ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી, પરંતુ તસવીરો દર્શાવે છે કે તે તેના મૃત્યુના કલાકો પહેલા તે પાર્ટી કરી રહ્યો હતો. આદિત્યનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે. તેના માતા-પિતા ઉપરાંત આદિત્યના પરિવારમાં એક મોટી બહેન પણ છે.

તેણે સૌરવ ગાંગુલી અને ઋત્વિક રોશન સાથે હીરો હોન્ડાની એડ પણ કરી હતી. આદિત્યની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિત્રો સાથે આઉટિંગનો ફોટો પણ છે. આદિત્યએ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતુ, ‘Sunday, funday with besties.’ અભિનેતાના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે. ગઈકાલ સુધી પાર્ટી કરતો અને હસતો આદિત્ય આજે આ દુનિયામાં નથી એ માનવું બધા માટે મુશ્કેલ છે.

Shah Jina