નેહા કક્કરનાં એક્સ બોયફ્રેન્ડે પણ કરી લીધા લગ્ન, જુઓ ખુબસુરત તસ્વીરો
બોલીવુડના પ્રખ્યાત સિંગર અને એક્ટર આદિત્ય નારાયણે ગઈ કાલે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નગ્રંથીથી બંધાયો હતો. તેણે ગઈ કાલે શ્વેતા અગ્રવાલ સાથે સાત ફેરા કર્યા હતા. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર છવાઈ રહ્યા છે.
View this post on Instagram
આદિત્ય અને શ્વેતાની પહેલી તસ્વીર સામે આવી છે. જેમાં બંને ખુબસુરત નજરે આવી રહ્યા છે. એક વિડીયોમાં આદિત્ય નારાયણ શ્વેતા સાથે સાત ફેરા લેતો નજરે ચડે છે.
View this post on Instagram
સામે આવી પહેલી તસ્વીરમાં આદિત્ય શ્વેતાનો હાથ પકડતો નજર ચડે છે. બંનેના ગળામાં વરમાળા અને ચહેરા પરની ચમકથી ખબર પડે છે કે બંને કેટલા ખુશ છે. દુલ્હો બનેલો આદિત્ય હેન્ડસમ તો લાગી રહ્યો છે તો દુલ્હનના રૂપમાં શ્વેતા પણ બેહદ ખુબસરત નજરે આવી રહી છે. બંનેની જોડી કમાલની લાગી રહી છે.
View this post on Instagram
આદિત્ય લગ્નના દિવસે શેરવાની અને માથા પર પાઘડીમાં નજરે આવી રહ્યો છે. આદિત્યએ તેના લગ્ન માટે ક્રીમ રંગની શેરવાની પર ગોલ્ડન વર્ક પર પસંદગી ઉતારી હતી. આદિત્ય એકદમ રાજકુમાર જેવો નજરે ચડયો હતો.
View this post on Instagram
તો શ્વેતાએ પણ ક્રીમ અને ગોલ્ડન કલરનો કોમ્બિનેશનનો લહેંગો પહેર્યો હતો. શ્વેતાએ લહેંગા સાથે કુંદનની હેવી જવેલરીમાં કોઈ રાજુકુમારીથી ઓછી લાગી રહી ના હતી. દુલ્હનના રૂપમાં તેની પત્ની શ્વેતા અગ્રવાલ પણ ખુબસુરત નજરે આવી રહી છે. લગ્નની તસ્વીરોમાં આદિત્ય અને શ્વેતા સાથે બેઠેલા જોવા મળે છે તો ક્યાંક શ્વેતા સાથે ફેરા લેતો નજરે ચડે છે.>
View this post on Instagram
જણાવી દઈએ કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલએ સ્પોટબોય સાથે તેના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેણે શ્વેતા સાથે લગ્ન વિશે કહ્યું હતું કે, ‘અમે 1 ડિસેમ્બરે લગ્ન કરી રહ્યા છીએ. કોવિડ -19ને કારણે 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાતા નથી.
View this post on Instagram
તેથી અમે ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રિત કર્યા છે. તે ખૂબ જ સરળ લગ્ન હશે જે મંદિરમાં યોજાશે અને તે પછી એક નાનું રિસેપ્શન રાખવામાં આવશે. શ્વેતા સાથેની મિત્રતા અંગે આદિત્ય નારાયણે કહ્યું હતું કે ‘અમે એકબીજાને 12 વર્ષથી ઓળખીએ છીએ અને 10 વર્ષથી ડેટ કરી રહ્યા છીએ.
View this post on Instagram
નોંધપાત્ર વાત એ છે કે શ્વેતા અને આદિત્યની મુલાકાત ‘શાપિત’ ના સેટ પર થઈ હતી. અહીંથી જ આ બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ અને લગ્ન સુધી વાત પહોંચી હતી.