મનોરંજન

આદિત્ય નારાયણને ટ્રાફિક સિગ્નલ પર કિન્નરોએ રોક્યા તો અધધધધધધ રૂપિયા આપ્યા, હોંશ ઉડી જશે

આજે બોલિવૂડના મહાન સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણના લગ્ન છે. આજે સાંજે જુહૂમાં આવેલા ઈસ્કોન મંદિરમાં આદિત્ય અને શ્વેતાએ લગ્ન કર્યાં હતાં. આજે તેમના પપ્પા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ છે.

દીકરાએ બાપના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલ મંદિરમાં માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની જાનમાં પેરેન્ટ્સ સાથે ડાન્સ કર્યો હતો.

આદિત્ય નારાયણના વરઘોડાની અંદર તેના પિતા ઉદિત નારાયણ સમેત સમગ્ર પરિવાર ઝૂમી રહેલો જોવા મળે છે.આદિત્ય ક્રીમ રંગની શેરવાની અને માથા ઉપર પાઘડી, ગળામાં કુંદનનો હાર પહેરીને ખુબ જ હેન્ડસમ પણ દેખાઈ રહ્યો છે. આંખો ઉપર તેને પીળા રંગના ગોગલ્સ પહેર્યા છે અને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

કેટલીક તસવીરોમાં આદિત્ય માસ્ક પહેરીને પણ જોવા મળી રહ્યો છે. જેવા જ ઢોલ નગાડા વાગવા લાગ્યા કે તરત જ તેને પોતાનું માસ્ક હાથમાં લઇ અને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આદિત્ય ઉપરાંત કેટલાક બીજા જાનૈયાઓ પણ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.

ઉદીત નારાયણે કહ્યું હતું કે મારા દીકરાના લગ્નમાં મેં PM મોદી, અમિતાભજી, શત્રુઘ્નસિંહાજી, ધર્મેન્દ્રજી, રણવીરસિંહ, દીપિકા અને માધુરી દીક્ષિતને નિમંત્ર્યા છે, જો કે કોવિડને લીધે તેઓ હાજર રહેશે કે કેમ? તેની મને ખબર નથી. ઉદીતે પુત્રવધુ શ્ર્વેતાના વખાણ કરતા કહ્યું હતું કે તે સંસ્કારી અને સંભાળ રાખનારી છોકરી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આદિત્ય લગ્ન માટે જયારે ઈસ્કોન મંદિર જતો હતો ત્યારે રસ્તામાં સિગ્નલ પર કિન્નરોએ તેની ગાડી અટકાવી હતી. કિન્નરોએ આદિત્ય પાસે પૈસા માગ્યા હતા. આદિત્યે કિન્નરોને 500-500ની કડકડતી નોટો આપી હતી. પછી કિન્નરોએ આદિત્યને આશીર્વાદ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)