આલિયા ભટ્ટની Bff સાથે લગ્ન કર્યા પછી આદિત્ય સીલે શેર કરી ગર્લફ્રેન્ડ સાથેની રોમેન્ટિક અને ખૂબસુરત તસવીરો, થઇ રહી છે વાયરલ

લગ્ન બાદ મશહૂર સ્ટારે ગર્લફ્રેન્ડ સાથે શેર કરી ખૂબ જ રોમેન્ટિક તસવીરો, જોતા જ ફેન્સને આંચકો લાગશે

બોલિવૂડ અભિનેતા આદિત્ય સીલ અને અભિનેત્રી અનુષ્કા રંજન લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન પછી, આદિત્ય સીલે અનુષ્કા રંજન સાથેના તેના સંબંધોની ઝલક શરૂઆતથી અત્યાર સુધી ખૂબ જ સુંદર રીતે બતાવી છે. આદિત્ય સીલે લગ્ન પછી અનુષ્કા રંજન સાથે જે પહેલી પોસ્ટ કરી હતી તેમાં તેણે લગ્ન પહેલા તેની ગર્લફ્રેન્ડ એટલે કે અનુષ્કા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. અનુષ્કા અને આદિત્યની આ તસવીરો લગ્ન પહેલાની છે.

આ તસવીરોમાં બંને એકબીજા સાથે રોમાંસમાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા અને આદિત્ય લગ્ન પહેલા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી ચુક્યા છે.લગ્ન પહેલાની યાદગાર ક્ષણો શેર કરતા આદિત્ય સીલે લખ્યું, “અમે જ્યાંથી શરૂઆત કરી હતી…”

આ સાથે આદિત્ય સીલે અન્ય એક પોસ્ટમાં અનુષ્કા રંજન સાથે લગ્નની જાહેરાત કરતા લગ્ન દરમિયાનની તસવીરો પોસ્ટ કરી છે. હું તમારા સિવાય કોઈની સાથે મારી જાત વિશે વિચારી પણ શકતો નથી.” આદિત્ય સીલની આ ખાસ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન ઘણા લાઈમલાઈટમાં રહ્યા છે.

ચોકલેટી હીરો આદિત્ય સીલ આ દિવસોમાં ક્લાઉડ 9 પર છે. તે તેની સુંદર ગર્લફ્રેન્ડ અનુષ્કા રંજન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આદિત્ય અને અનુષ્કાએ 21 નવેમ્બરે લગ્ન કર્યા. આદિત્યના લગ્ન જેટલા લાઇમલાઇટમાં રહ્યા કદાચ તેણે એટલી હેડલાઇન તેની પ્રોફેશનલ લાઇફમાં બનાવી નથી.

આદિત્ય સીલ હજુ સુધી બોલિવૂડમાં પોતાનું જોઇએ તેવું સ્થાન હાંસલ કરી શક્યો નથી. હેન્ડસમ આદિત્ય સીલ દર્શકોના દિલમાં પોતાની છાપ છોડી શક્યા નથી. આદિત્યએ વર્ષ 2002માં ફિલ્મ એક છોટી સી લવસ્ટોરીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે વી આર ફ્રેન્ડ્સ, પુરાની જીન્સ, તુમ બિન 2, નમસ્તે ઈંગ્લેન્ડ, સ્ટુડન્ટ ઓફ ધ યર 2, ઈન્દુ કી જવાની, જેવી અનેક ફિલ્મમાં જોવા મળ્યો છે.

આદિત્ય સીલ માત્ર તુમ બિન 2 અને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મોમાં કામ કરવાને લઈને ચર્ચામાં હતો. તુમ બિન 2 માં આદિત્ય મુખ્ય હીરો હતો. નબળી વાર્તા, નબળા ડિરેક્શનને કારણે આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ. જો તુમ બિન 2 હિટ રહી હોત તો તે આદિત્ય સીલની કારકિર્દી ગેમ ચેન્જર સાબિત થઇ હોત. આદિત્યએ વેબ સિરીઝ ફિતરત, ફોરબિડન લવ, ધ એમ્પાયરમાં કામ કર્યું છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુક્યો છે.

આદિત્યના પિતા નિર્માતા અને અભિનેતા છે. આદિત્યની માતા પંજાબી અને પિતા બંગાળી છે. આદિત્યનું સપનું ક્રિકેટર બનવાનું હતું. પરંતુ ઈજાના કારણે તેણે આ વિકલ્પ ગુમાવવો પડ્યો હતો. તેણૃે તેની કારકિર્દીની શરૂઆત પહેલા મોડેલિંગ અને પછી જાહેરાતોમાં કામ કર્યું. આદિત્ય વર્લ્ડ ટેકવોન્ડો ચેમ્પિયન છે.

આદિત્યની ફિલ્મ જર્ની ફ્લોપ રહી છે. તે પોતાના લુકના કારણે સોશિયલ મીડિયામાં હેડલાઇન્સમાં રહે છે. છોકરીઓ આદિત્યના ચોકલેટી અને કિલર લુક પર ફિદા છે. પરંતુ હવે તેણે લાખો યુવતીઓના દિલ તોડીને તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે લગ્ન કરી લીધા છે. આદિત્યની ગર્લફ્રેન્ડ અનુષ્કા રંજના બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની નજીકની મિત્ર છે. આદિત્ય અને અનુષ્કાએ મેરી ઝિંદગી મેં નામના મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. આ ગીત તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ કપલના ગીતમાં જોરદાર કેમેસ્ટ્રી છે.

Shah Jina