વર્ષ 2020 દરમિયાન ઘણા બૉલીવુડ અને ટીવી સેલેબ્સએ લગ્ન કર્યા છે. આ લિસ્ટમાં શામેલ છે દિગ્ગજ સિંગર ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ. તમે જાણો છો કે આદિત્ય ટીવી હોસ્ટ છે. આદિત્યએ અત્યાર સુધીમાં ઘણા ટીવી શો હોસ્ટ કર્યા છે.
View this post on Instagram
આદિત્યએ 1 ડિસેમ્બરના રોજ તેની લોન્ગ ટાઈમની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા હતા. આ રીતે આ વર્ષને તેને યાદગાર બનાવી લીધું હતું. લગ્ન દરમિયાન આદિત્ય સાથે એવી ઘટના ઘટી હતી કે, તે જિંદગીભર નહીં ભૂલે.
View this post on Instagram
આદિત્યએ લગ્ન બાદ સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી છે. આદિત્યએ તેના લગ્નનો રોચક કિસ્સો સંભળાવ્યો હતો. આદિત્યએ જણાવ્યું હતું કે, વરમાળા દરમિયાન જયારે શ્વેતાને જયમાળા પહેરાવવા ગયો ત્યારે શ્વેતાના ભાઈએ તેને ઉઠાવી હતી.
View this post on Instagram
આ બાદ મારા મિત્રોએ પણ મને ઉઠાવ્યો તો મારો પાયજામો ફાટી ગયો હતો. આ કિસ્સો યાદ કરતા આગળ કહે છે કે, તે તો સારું હતું કે, મારો એક મિત્રનો પાયજામો પણ સરખો જ હતો. બાદની વિધિઓ મિત્રના પાયજામો પહેરીને કરી હતી.
View this post on Instagram
આ મુલાકાત દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે ‘મેં અંધેરીમાં 5 બીએચકે ઘર ખરીદ્યું છે, મારા માતાપિતાના ઘરથી ત્રણ બિલ્ડીંગ છોડીને જ છે. અમે 3-4 મહિનામાં ત્યાં શિફ્ટ થઈશું. માતાપિતા અમારાથી થોડા જ દૂર રહેશે. વર્ષોની બચત ભેગી કર્યા બાદ હું આ ઘર ખરીદી શક્યો છું.’
View this post on Instagram
જણાવી દઈએ કે 2 ડિસેમ્બરે, આદિત્ય-શ્વેતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું, આ દરમિયાન ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. જેમાં આદિત્યના નિકટના મિત્રો, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, ગોવિંદા સહિતનાં સેલેબ્સ હાજર રહ્યા હતાં.