ખબર મનોરંજન

લગ્ન બાદ આદિત્યએ આપ્યો પહેલો ઇન્ટરવ્યૂ, પોતાની ખુશીને અભિવ્યક્ત કરતા કહ્યું: “આ મારા માટે એક સપના જેવું છે

બોલીવુડના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે ત્યારે આ બધા વચ્ચે જ આદિત્યએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નની ખુશી જાહેર કરી હતી.

એક મીડિયા સાથે વાત કરવા દરમિયાન આદિત્યે કહ્યું કે: “શ્વેતા અને હું હવે પરણિત છીએ, આ એક સપના જેવું લાગે છે. જે હવે પૂર્ણ થઇ ગયું છે. હું શ્વેતા ઉપરાંત બીજા કોઈ વ્યક્તિ સાથે મારું જીવન વિતાવવા વિશે વિચારી પણ નથી શકતો. શ્વેતાએ મને એક સારો માણસ બનાવવામાં ખુબ જ મદદ કરી છે. શ્વેતા એ વ્યક્તિ છે, જેની સાથે હું એવો રહું છું, જેવો હકીકતમાં છું.”

શ્વેતા અને આદિત્યના લગ્ન ગઈકાલે 1 ડિસેમ્બરના રોજ મંદિરની અંદર માત્ર 50 લોકોની હાજરીમાં પૂર્ણ થયા. આ લગ્નની ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા જેમાં આદિત્ય અને શ્વેતા ખુબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા.