બોલીવુડના દિગ્ગજ ગાયક ઉદિત નાયરાયણના દીકરા આદિત્ય નારાયણ આજે લગ્ન કરવા માટે ઘોડે ચઢી ગયો છે. થોડા સમય પહેલા જ તેને પોતાના લગ્નની તારીખ જાહેર કરી હતી. હવે તેના લગ્નના વરઘોડાની તસવીરો સામે આવી રહી છે.
View this post on Instagram
આદિત્ય નારાયણના વરઘોડાની અંદર તેના પિતા ઉદિત નારાયણ સમેત સમગ્ર પરિવાર ઝૂમી રહેલો જોવા મળે છે.
View this post on Instagram
આદિત્ય ક્રીમ રંગની શેરવાની અને માથા ઉપર પાઘડી, ગળામાં કુંદનનો હાર પહેરીને ખુબ જ હેન્ડસમ પણ દેખાઈ રહ્યો છે. આંખો ઉપર તેને પીળા રંગના ગોગલ્સ પહેર્યા છે અને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
કેટલીક તસવીરોમાં આદિત્ય માસ્ક પહેરીને પણ જોવા મળી રહ્યો છે. જેવા જ ઢોલ નગાડા વાગવા લાગ્યા કે તરત જ તેને પોતાનું માસ્ક હાથમાં લઇ અને ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આદિત્ય ઉપરાંત કેટલાક બીજા જાનૈયાઓ પણ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.
View this post on Instagram
આદિત્યના પિતા ઉદિત નારાયણ ચહેરા ઉપરની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમને પણ પોતાના દીકરા સાથે ખુબ જ ડાન્સ કર્યો. તેમને લાઈટ રંગની શેરવાની પહેરી છે.
View this post on Instagram
આદિત્યની મા દીપા નારાયણ પણ આ વરઘોડામાં સામેલ થઇ છે. પિન્ક સાડી અને લાઈટ જવેલરીમાં દીપા પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કેટલીક તસ્વીરોમાં તેને દીકરા અને પોતાના પતિ સાથે ડાન્સ કરતા પણ જોઈ શકાય છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આદિત્ય તેને પ્રેમિકા શ્વેતા અગ્રવાલ સાથે આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ લગ્ન કરી રહ્યો છે. આ લગ્નને લઈને આદિત્ય અને શ્વેતા ખુબ જ ઉત્સાહિત પણ હતા.
View this post on Instagram
આ પહેલા આદિત્યની મહેંદી સેરેમની અને સંગીત સમારંભનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં આદિત્ય નાચતા જોવા મળ્યો હતો. પોતાના લગ્નના દિવસે આદિત્યનું આ રીતે ખુશ થવું પણ વ્યાજબી છે. લગ્નનો ઉત્સાહ તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.