ખબર મનોરંજન

આદિત્યએ રીસેપ્શનમાં કર્યો સલમાનના ગીત પર ડાન્સ, ડ્રગમા પકડાયેલી ભારતીએ પણ લગાવ્યો ઠુમકો

જુઓ વીડિયોમાં બધા માસ્ક પહેર્યા વગર કેવા જલસા કરી રહ્યા છે, ડ્રગમા પકડાયેલી ભારતીએ પણ ડાન્સ કર્યો

બોલિવૂડ અભિનેતા અને સિગર આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નની કેટલીક તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધમાલ મચાવી છે. બંનેના લગ્નને લઈને ચાહકોમાં ખુબ જઉત્સાહ જોવા મળ્યો હતો. કાલે એટલે કે 2 ડિસેમ્બરે આદિત્યનું રિસેપ્શન હતું જેમાં ભારતી સિંહથી લઈને ગોવિંદા અને તેમનો પૂરો પરિવાર હાજર હતા. રીસેપ્શનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિત્ય અને શ્વેતા એક રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આદિત્ય અને શ્વેતા 1 ડિસેમ્બરના મંદિરમાં લગ્ન કર્યા હતા. 2 ડિસેમ્બરના 5 સ્ટાર હોટલમાં રીસેપ્શન રાખ્યું હતું. લગ્નમાં ખુબ જ ઓછા લોકોને બોલાવવામાં આવ્યા હતા જયારે રીસેપ્શનમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોને જ બોલાવવામાં આવ્યા હતા. આદિત્ય નારાયણ અને તેની પત્નીએ ‘દિલવાલે દુલહનીયા લે જાયગે’ના ફેમસ સોન્ગ ‘મહેંદી લગા કે રખના’ પર ડાંસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @entertainment_set

આદિત્યએ સલમાન ખાનના ગીત ‘તેરે ઘર આયા’ પર ડાન્સ કર્યો હતો. આદિત્ય શ્વેતા સાથે ડાન્સ કર્યો. ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચીયા પણ આદિત્યના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. ભારતી પણ ડાન્સ અને મસ્તીના મૂડમાં જોવા મળી હતી. ચાહકો અને મિત્રો તેની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ગોવિંદા, તેની પત્ની અને પુત્ર પણ આ ફંક્શનમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આદિત્ય નારાયણ (આદિત્ય નારાયણ) અને શ્વેતા અગ્રવાલ પણ શાપિત ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. શ્વેતા સાથે તસ્વીર શેર કરતી વખતે આદિત્યે કહ્યું હતું કે આ બંનેની મુલાકાત 12 વર્ષ પહેલા થઈ હતી અને તેઓ લગભગ 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આદિત્ય નારાયણે મીડિયાને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોનાના કારણે તેના લગ્નમાં ફક્ત 50 જ લોકો ભાગ લઈ શકશે. આ સ્થિતિમાં તે મંદિરમાં એક સરળ લગ્ન કરશે. આદિત્ય નારાયણની કારકિર્દીની વાત કરીએ તો તેને સિંગર અને હોસ્ટ તરીકે પોતાની એક સફળ ઓળખાણ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)