આજકાલ નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નની ખબરોએ ખૂબ જ જોર પકડ્યું છે. ઈન્ડિયન આઇડલના સેટ પર બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ શોના કેટલાક પ્રોમો પણ રિલીઝ થયા હતા. નેહા કક્કર સાથે લગ્ન કરતા પહેલા આદિત્ય નારાયણને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. દરમિયાન, આ શો સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જે સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં વિશાલ દદલાની આદિત્યને કહે છે કે નેહા સાથે લગ્ન કરવા માટે તમારે એક શક્તિ પરીક્ષા આપવી પડશે. વિશાલ ત્યારબાદ આદિત્યને એક ટાસ્ક આપે છે. વિશાલ 2 વોકિંગ બોલ મંગાવે છે અને એકમાં એ જાતે અંદર જાય છે અને બીજામાં આદિત્યને મોકલે છે. આ પછી, બંને એકબીજાને ટક્કર આપે છે અને વિશાલની ટક્કરથી આદિત્ય પડી જાય છે.

શોનો આ પ્રોમો સોની ટીવીના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પ્રોમો શેર કરતી વખતે, સોની ટીવીએ લખ્યું – આદિત્યને લગ્ન પહેલાં અગ્નિપરીક્ષા આપવી પડશે, પરંતુ શું તે પોતાની શક્તિ પ્રદર્શનથી કરી શકશે પોતાની રક્ષા?
View this post on Instagram
જણાવી દઈએ કે શો પર નેહા અને આદિત્યના લગ્નની તૈયારી ઘણા સમયથી ચાલી રહી છે. શોમાં નેહા અને આદિત્યની સગાઈ બતાવાઈ હતી. આ પછી કુમાર સાનુએ આદિત્ય વતી નેહા કક્કરને ચૂંદડી ગિફ્ટ કરી હતી. આ શોમાં આદિત્ય નારાયણના માતા-પિતા પણ આવ્યા હતા. આ પછી નેહા અને આદિત્યનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં બંને રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. જો કે આદિત્યએ સ્પષ્ટ કરી દીધું છે કે આ શોમાં બંનેના લગ્ન વાસ્તવિક નથી. આ બંનેના લગ્ન ફક્ત એક કોન્સેપ્ટ માટે જ થયાં હતાં.

આદિત્યએ કહ્યું, ‘જો હું મારા જીવનનો આટલો મોટો નિર્ણય લઈશ તો હું એની જાહેરાત જાતે જ કરીશ. લગ્ન મારા માટે મોટો નિર્ણય છે. હું તેને છુપાવીશ નહીં. આ બધું જ એક મજાક તરીકે શરુ થયું હતું, લોકોએ તેને ગંભીરતાથી લઇ લીધું. થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણું બધું ચાલી રહ્યું છે, જે ખોટું છે. સત્ય જાણવા કોઈ મીડિયા પર્સન અમારી પાસે આવ્યું નથી. આ બધું ફક્ત એક રિયાલિટી શોની ટીઆરપી માટે કરવામાં આવ્યું હતું. અમે એ બધું કર્યું જે શોના નિર્માતાઓએ અમને કરવાનું કહ્યું. પરંતુ એ બધું જ મજાકમાં હતું.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.