આદિત્ય નારાયણનુ ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો થયા હેરાન, પૂછ્યું 2 મહિનામાં કેવી રીતે ઘટાડ્યું વજન…

કોરોનામાં વધ્યું આદિત્ય નારાયણનું વજન, 2 મહિનામાં ગાયબ…નવી તસવીરો જોઈને છોકરીઓ થશે ગાંડી

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ ચર્ચામાં આવ્યા છે. આદિત્યએ ચાહકોને તેનો ટ્રાન્ફોર્મેશન લુક દેખાડ્યો છે જે તેમને કોવીડ-19 રિકવરી બાદનો હતો. ફેટ થી ફિટ સુધીની જર્નીને લઈને આદિત્યએ બે પોસ્ટ શેર કરી છે. પહેલી તસવીરમાં આદિત્યનું વજન થોડુ વધારે લાગી રહ્યુ છે તેમજ બીજી તસવીરમાં તે ફિટ નજર આવી રહ્યા છે.

જાણાવી દઈએ કે આદિત્યનો જયારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે વજન વધી ગયુ હતું. રિપોર્ટ નેગીટીવ આવ્યા બાદ આદિત્ય સિંગિગ રિયાલિટી શો ‘ઈંડિયન આઇડલ 12’ હોસ્ટ કરી રહ્યા છે. આદિત્યએ બે પોસ્ટ શેર હતી તેમાં પહેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તમે મને પ્રેમ ના કરી શક્યા મારા 15 એપ્રિલ 2021ના દિવસે, જયારે મને કોરોના રિપોર્ટ નેગીટીવ આવ્યો હતો. તેમજ બીજી તસવીરમાં આદિત્યએ લખ્યું, ‘તો તમે મને 15 જૂન 2021 પર પણ ડિઝર્વ નથી કરતા.

આદિત્યની તે પોસ્ટ પર ઘણા બધા અભિનેતાઓએ કોમેન્ટ કરી તેના ટ્રાન્ફોર્મેશનના વખાણ કર્યા હતા. વિક્રાંત મૈસીએ લખ્યું. ‘વાહ, સરસ, નાનૂ હલવાઈથી તમે સીધા નાનૂ જલવાઈ બની ગયા છો.’ કોમેડિયન જાકીર ખાને લખ્યું, ‘આ કોઇ રીત નથી, પાછળ તસવીરમાં કનેક્ટ હતુ, અપમાન હતું.’ જણાવી દઈએ કે 3 એપ્રિલે આદિત્ય નારાયણે એક પોસ્ટમાં લખ્યું હતું હું અને મારી પત્ની કોવીડ-19 પોઝિટિવ આવ્યા હતા. અમે બંને જાતે જ હોમ આઇસોલેશન થઇ ગયા હતા.

આદિત્યએ લખ્યું હતું કે, હું અને મારી પત્ની શ્વેતા અગ્રવાલ કોરોના પોઝિટિવ આવ્યા છીએ. અમે બંને જાતે જ હોમ આઇસોલેશન થઇ ગયા છીએ. તમે લોકો પણ સુરક્ષિત રહો. બધી જ સાવધાની રાખો અને તમારી પ્રાર્થનામાં અમને જરૂર રાખજો, આ દિવસ પણ નીકળી જશે. જણાવી દઈએ કે ‘ઈંડિયન આઇડલ 12’નુ શૂટિંગ દમણમાં ચાલી રહ્યું છે. જજ અને શો હોસ્ટથી લઈને મ્યુઝીશિયન પણ ત્યાં જ છે. કોવીડને લગતી બધી સાવધાનીઓ રાખવામાં આવી છે.

હમણાં જ આદિત્ય નારાયણ ચર્ચામાં આવ્યો હતો જયારે તેણે અમિત કુમારના વિવાદમાં પોતાનું નિવેદન આપ્યું હતું. અમિત કુમારે શોના મેકર્સ પર આરોપ લગાયો હતો કે તેમને સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું,  તેમને શોમાં જરાય આનંદ ન હતો આવ્યો.

Patel Meet