મનોરંજન

આ સિંગરે વર્ષોની બચત પર બાદ ખરીદ્યો અધધ….કિંમતનો આલીશાન ફ્લેટ, જલ્દી જ પત્ની સાથે થશે નવા ઘરમાં શિફ્ટ

ઇન્ડિયન આઇડોલ 12ના હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણ હાલ જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 1 ડિસેમ્બરે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ લગ્નગ્રંથિથી બંધાઈ ચુક્યા હતા. શ્વેતા અને આદિત્ય નારાયણએ 10 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા.

આદિત્ય નારાયણએ હાલમાં જ પત્ની માટે એક નવો લકઝરીયસ ફ્લેટ ખરીદ્યો છે. જેમાં તે જલ્દી જ શિફ્ટ થઇ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્યએ મુંબઈના અંધેરી વિસ્તારમાં એક 5 બીએચકેનો ફ્લેટ ખરીદ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ લકઝરી એપાર્ટમેન્ટ માટે 5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ નવું ઘર તેના માતા-પિતાના ઘરથી એકદમ નજીક છે. આદિત્યએ નવું ઘર ખરીદવાની ખુશી સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આદિત્યએ લખ્યું હતું કે, મેં અંધેરીમાં એક પાંચ રૂમવાળું ઘર ખરીદ્યું છે. જે માતા-પિતાના ઘરથી ત્રણ બિલ્ડીંગ જ દૂર છે. અમે અહીં ત્રણથી ચાર મહિનામાં શિફ્ટ થઇ જવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. મેં આ ઘર વર્ષોની બચત બાદ ખરીદ્યું છે.

જણાવી દઈએ કે, આદિત્યએ ઓક્ટોબર મહિનામાં લગ્ન કરવાનું જાહેર કરી ફેન્સને ચોંકાવી દીદા હતા. આદિત્યએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષ સુધી શ્વેતા અગ્રવાલ સાથે રિલેશનશિપમાં હતો. આદિત્યે કહ્યું હતું કે દરેક સંબંધોની જેમ તેમનો સંબંધ પણ ઉતાર-ચડાવથી ભરેલો હોય છે. આદિત્ય અને શ્વેતાની મુલાકાત પ્રથમ ફિલ્મ શાપિતના સેટ પર થઈ હતી જ્યાં એક બીજાને જોતાં જ તેઓ પ્રેમમાં પડ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Wedding Blogger (@wedding_diaries_1)

ઉદિત નારાયણએ જણાવ્યું હતું કે, કોવીડના કારણે 50 મહેમાનનો જ આમંત્રણ આપી શકાતું હતું. મને ઘણું ખરાબ લાગ્યું હતું. વડાપ્રધાન મોદી, અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવારને લગ્નમાં આમંત્રણને લઈને કહ્યું હતું કે, મેં તે લોકોને આમંત્રિત કર્યા હતા. પરંતુ કોવીડના કારણે કાર્યક્રમમાં આવી શક્યા ના હતા. ઉદિતેએ પણ કહ્યું હતું કે, ત્રણેયએ આદિત્ય અને શ્વેતાને પત્ર લખીને શુભેચ્છા આપી હતી.

ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણએ 1 ડિસેમ્બરના રોજ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન મુંબઈના એક મંદિરમાં નજીકના દોસ્તો અને પરિવારની હાજરીમાં થયા હતા. 2 ડિસેમ્બરના રોજ નારાયણ પરિવાર દ્વારા એક રિસેપ્સનનું આયોજન કરવામાં આવ્યું હતું.