બોલીવુડમાંથી હાલમાં જ એક ખુશ ખબરી આવી છે. સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણના ઘરમાં ખુશીઓ ફરી વળી છે. આદિત્ય નારાયણ હાલમાં જ પિતા બન્યો છે. આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ ગર્ભવતી હતી અને હવે શ્વેતાએ એક નાનકડી પરીને જન્મ આપ્યો છે. આદિત્ય અને શ્વેતા માતા-પિતા બની ગયા છે.
શ્વેતાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. જોકે શ્વેતા અને આદિત્ય 24 ફેબ્રુઆરીએ જ માતા-પિતા બન્યા હતા, પરંતુ તેઓએ તેમના ઘરમાં આવેલી લક્ષ્મીના શુભ સમાચાર ચાહકો સાથે શેર કર્યા નહોતા. તાજેતરમાં જ આદિત્યએ એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેને ચાહકોને આ ખુશખબર આપી છે. આ ઈન્ટરવ્યુમાં આદિત્યએ કહ્યું હતું કે તે હંમેશાથી એક દીકરી ઇચ્છતા હતા.
આદિત્ય નારાયણે ‘બોમ્બે ટાઈમ્સ’ને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં સિંગરે કહ્યું હતું કે મને ઘણા લોકોએ કહ્યું હતું કે દીકરો થશે. પરંતુ હું હંમેશા આશા રાખતો હતો કે મારા ઘરે એક દીકરી આવશે. દીકરીઓ તેમના પિતાની સૌથી નજીક છે અને હું ખૂબ જ ખુશ છું કે નાની પરી મારા ઘરે આવી છે. શ્વેતા અને હું માતા-પિતા બનીને ખૂબ જ ખુશ છીએ.
વધુમાં આદિત્ય નારાયણે જણાવ્યું કે ડિલિવરી સમયે હું શ્વેતા સાથે હતો. પછી શ્વેતાને જોઈને મને સમજાયું કે આ દુનિયામાં બાળક લાવવા માટે મહિલાઓ કેટલી હિંમત બતાવે છે. શ્વેતા માટે મારો આદર અને પ્રેમ અનેકગણો વધી ગયો છે. જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ મહિલાઓને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે.
View this post on Instagram
આદિત્ય એક સંગીત પરિવારમાંથી છે અને તેથી જ તેણે હવેથી તેની પુત્રી માટે ગીતો ગાવાનું શરૂ કર્યું. સિંગરે આ વાત કહી છે. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું તેના માટે પહેલાથી જ ગીતો ગાઉ છું. સંગીત તેના ડીએનએમાં છે. મારી બહેને તેને એક નાનો મ્યુઝિક પ્લેયર ગિફ્ટ કર્યો છે. આ પ્લેયરમાં નર્સરી રાઇમ્સ અને આધ્યાત્મિક વસ્તુઓ વગાડવામાં આવે છે. તેની સંગીત યાત્રા હમણાં જ શરૂ થઈ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે આદિત્ય નારાયણ અને શ્વેતાએ એકબીજાને 11 વર્ષ સુધી ડેટ કર્યા હતા અને ત્યારબાદ બંનેએ વર્ષ 2020માં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન કેટલાક નજીકના લોકો વચ્ચે સંપન્ન થયા હતા. ત્યારે હાલમાં બંનેએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે, જેનાથી તેઓ ખૂબ ખુશ છે.
View this post on Instagram
આદિત્યે પપ્પા અને દિગ્ગજ સિંગર ઉદિત નારાયણ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેના પિતા નાનકડી દીકરીને જોતા એકદમ નવાઈમાં મૂકાઈ ગયા હતા. તેમણે દીકરીને એન્જલ કહી હતી. શરૂઆતમાં તે દીકરીને તેડતા પણ ડરતા હતા, પરંતુ થોડાં દિવસ બાદ તેણે પિતાના ખોળામાં દીકરીને મૂકી હતી. ત્યારબાદથી તે દીકરીને રમાડે છે. આદિત્યે આગળ કહ્યું હતું કે તેણે પિતાની ડ્યુટી નિભાવવાનું ચાલુ કરી દીધું છે. તે દીકરીના ડાયપર પણ બદલે છે. તેને લાગે છે કે દીકરી તેના જેવી લાગે છે.