હાલમાં જ સિંગર નેહા કક્કરે જાહેર કર્યું હતું કે, તે રોહનપ્રિત સિંહને ડેટ કરી રહી છે અને જલ્દી જ તેની સાથે સાત ફેરા ફરી લેશે. હવે ખતરો કે ખેલાડી-9નો ફાઇનલિસ્ટ, સિંગર,એક્ટર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણએ એલાન કર્યું છે તે પણ જલ્દી જ લગ્ન કરી લેશે.

હાલમાં જ ઈ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આદિત્યએ જણાવ્યું હતું કે, તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. આટલું જ નહીં આદિત્યએ તેની રિલેશનશિપને લઈને પણ ખુલાસો કર્યો હતો.

આદિત્યએ જણાવ્યું હતું કે, એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે છેલ્લા 10 વર્ષથી રિલેશનશીપમાં છે અને હવે આટલા વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો લીધો છે. આદિત્યએ જણાવ્યું હતું કે, બંનેની પહેલી મુલાકાત 2010માં ફિલ્મ ‘શાપિત્ત’ના સેટ પર થઇ હતી. આદિત્યએ જણાવ્યું હતું કે, હું શ્વેતાને શાપિતના સેટ પર મળ્યો હતો. અમારી દોસ્તી એક ઝાટકામાં થઇ હતી. ધીરેધીરે મને લાગ્યું કે હું તેને પ્રેમ કરવા લાગ્યો છું. મેં તેને આ વિષે જણાવ્યું હતું તો શરૂઆતમાં તે ફક્ત મારી મિત્ર બનીને રહેવા માંગતી હતી કારણે કે અમે બંને યંગ હતા. અમારે અમારા કરિયર પર ધ્યાન આપવાની જરૂરત હતી.

વધુમાં આદિત્યએ જણાવ્યું હતું કે, અમે અમારા સંબંધમાં છેલ્લા 10 વર્ષમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. લગ્ન તો અમારી વચ્ચે ફક્ત ફોર્માલિટી જ છે. આશા રાખીએ છીએ કે નવેમ્બર અથવા ડિસેમ્બર સુધીમાં લગ્ન થઇ જશે. આર માતા-પિતાને શ્વેતા વિશેની ખબર છે અને તે લોકો પણ તેને પસંદ કરે છે. હું ખુશ છું કે મને અમારી જિંદગીમાં તેનો સાથ મળી ગયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, હું માનું છું કે બધા સંબંધમાં ઈશ્યુ હોય છે પરંતુ તેનો મતલબ એ નથી કે તે સંબંધ ખતમ કરી દેવો જોઈએ. આજકાલ લગ્ન બહુ જ જલ્દી તૂટી જાય છે. અમે એક બીજાને જાણવામાં સમય લીધો છે. જયારે અમે બંનેએ એકસાથે 10 વર્ષ વિતાવ્યા છે તો મને લાગે છે લગ્ન માટે આ સારો સમય છે.

લગ્નના નિર્ણય વિશે વાત કરતાં આદિત્ય નારાયણે કહ્યું, ‘મને યાદ છે કે કેટલાક વર્ષો પહેલા કેટલાક લોકોએ વિચાર્યું હતું કે શ્વેતા અને મારી વચ્ચે એક મોટી લડાઈ થઈ છે અને અમે અલગ થઈ ગયા છીએ. ત્યારથી મારે તેની સાથે બહાર જવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આદિત્ય નારાયણે એમ પણ કહ્યું હતું કે તે નેહા કક્કરના લગ્નમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે તેને ખભામાં ઇજા થઈ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.