મનોરંજન

અક્ષય કુમારની સુપર હિટ ફિલ્મમાં કામ કરનાર બાળક અત્યારે બોલીવુડનો હેન્ડમ અભિનેતા બની ગયો છે જુઓ

7 તસ્વીરો જોઈને છોકરીઓ ગાંડી થશે આ હેન્ડસમ એક્ટર પાછળ

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં આજે અક્ષય કુમારનું નામ પહેલી હરોળમાં આવે. અક્ષય આજે એકથી એક હિટ ફિલ્મો આપતો રહ્યો છે, પરંતુ એક સમય એવો હતો જયારે તેની ફિલ્મો પણ સતત ફ્લોપ જવા લાગી હતી. આ દરમિયાન તેને એક ફિલ્મમાં કામ કર્યું અને આ ફિલ્મ સફળ થતા ફરી પાછા અક્ષયના નામનો ડંકો વાગવા લાગ્યો હતો.

Image Source

આ ફિલ્મનું નામ હતું “જાનવર”. જેમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં હતો. ત્યારે તેની સાથે એક બાળ કલાકારે પણ કામ કર્યું હતું. જે આજે બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંથી એક છે. આ ફિલ્મ 1999માં આવી હતી. અક્ષય સાથે “જાનવર” ફિલ્મની અંદર બાળ કલાકાર તરીકે કામ કરનાર અભિનેતાનું નામ હતું આદિત્ય કાપડિયા. જેને આ ફિલ્મની અંદર ખુબ જ મહત્વનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં તે અક્ષયનો સગો દીકરો નહોતો, પરંતુ અક્ષય તેને સગા દીકરા કરતા પણ વધારે પ્રેમ કરતો હતો.

Image Source

ફિલ્મમાં બતાવવામાં આવનાર અક્ષયનો આ માનીતો દીકરો હવે મોટો થઇ ગયો છે. આદિત્ય કાપડિયાનો જન્મ 14 નવેમ્બર 1986ના રોજ થયો હતો. તે આજે ખુબ જ હેન્ડસમ દેખાય છે. આજે તે 34 વર્ષનો થઇ ગયો છે.

Image Source

આદિત્ય ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.  આ ઉપરાંત તે નાના પડદા ઉપર ઘણી ટીવી ધારાવાહિકોમાં પણ જોવા મળ્યો છે. બાળ કલાકારના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરવા વાળો આદિત્ય કાપડિયા હવે મોટા પડદા ઉપર આવવાના પ્રયત્નો કરી રહ્યો છે.

Image Source

આદિત્યે પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો “જસ્ટ મોહબ્બત” દ્વારા કરી હતી. ત્યારબાદ તે “શાકાલાકા બૂમ બૂમ”, “એક દૂસરે સે કરતે હે પ્યાર હમ”, “સોનપરી” , “બડે અચ્છે લગતે હે” જેવી ધારાવાહિકોમાં જોવા મળ્યો છે.